________________
૧૩
ધ્યાન વિશેની સરળ અને સાચી સમજ
અને ધ્યાનમાર્ગના સાચા જિજ્ઞાસુ એમ બંનેનું સુખદ અને સફળ મિલન જરૂરી છે; અને એ થાય તે પછી જિજ્ઞાસુ સ્વપુરુષાર્થ વડે આ માર્ગના જ્ઞાતા બને છે.
શક્તિપાત ઇત્યાદિ સાધના દેહાશ્રિત છે, તે દ્વારા મન જડરૂપ શૂન્યતા અનુભવે છે, તે ધ્યાન નથી. અષ્ટાંગયોગની ક્રમિક સાધના દ્વારા પ્રાપ્ત થતી દૈહિક શક્તિ અને સિદ્ધિએથી આગળ જતાં ઉપર ઊઠવું પડે છે. કોઈ એક અંગ સાધ્ય કર્યે ધ્યાનદશા અનુભવાતી નથી. દૈહિક શક્તિઓનું વિકસવું તે સ્થિરતા માટે એક સાધન માત્ર છે, સાધ્ય નથી કે તે આત્મસાક્ષાત્કાર પણ નથી. જિજ્ઞાસુ સાધકને બેધ દ્વારા યથાથ ભૂમિકાએ આત્માનુભવ
થાય છે.
“તે જિજ્ઞાસુ જીવને થાય સદ્ગુરુ ખેાધ; તેા ધામે સમકિતને વતે અંતર શેાધ, ૧૦૯ —શ્રી આત્મસિદ્ધિ
ધ્યાનની સમગ્રતા શું છે?
૧
ધ્યાન એ આત્માના અસ્તિત્વની– અનુભવની પ્રબુદ્ધ, આનંદમય અને નિષ્કપદશા છે. ચૈતન્ય આત્મા એક પૂર્ણ, અચલ અસ્તિત્વ છે. સૂર્ય આડે વાદળ વડે પ્રકાશ આવરાઈ જાય છે, તેમ ત્રિકરણ ગાનાં આવરણા વડે કે દ્રવ્યકર્મ, ભાવકર્મ અને ને-કમના (શરીર, સ્ત્રી-પુત્રાદિ) આવરણ વડે પરમપદ અપ્રગટ રહ્યું છે. તે આવરણાનો આત્યંતિક નાશ થતાં એ જ અસ્તિત્વ પૂર્ણ પરમાત્મારૂપે પ્રગટ થાય છે.
શાસ્ત્ર
બાહ્ય પદ્ઘાર્થો વડે જ સુખ મળે છે, તેવી માન્યતાને કારણે તે મેળવવાની તૃષ્ણા, જગતમાં યશ-કીર્તિ મેળવવાની આકાંક્ષા, ‘હું' કોઈના પતિ, પિતા, પુત્ર, મિત્ર, ઉદ્યોગપતિ કે કરોડપતિ વગેરે છું, અને તે મારી મોટાઈ છે તેવું ભાન, એથી પણ કઈક ૧. નાક –કમ જેવાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org