________________
ધ્યાન વિશેની સરળ અને સાચી સમજ
દૃષ્ટાંત
ચંદ્રગુપ્ત મૌર્યના સમયના એક પ્રસંગ છે. ચાણકચ એક વિચક્ષણ થ્રાહ્મણ હતા. તે એક મહાન રાજનીતિજ્ઞ તરીકે પંકાયા તે પહેલાંના આ પ્રસંગ છે. ચાણકયે, ચંદ્રગુપ્તને, મગધની ગાદીએ બેસાડવાની દૃઢ પ્રતિજ્ઞા લીધી હતી. સયાગાધીન અનેને પ્રારંભમાં ગુપ્તવેશે જગલામાં રખડવું પડતું હતું. વળી તક મળે મગધ પર હુમલા કરવા છતાં પણ સફળતા પ્રાપ્ત થતી ન હતી.
૨૧
આમ ગુપ્તવેશે જંગલમાં રખડતાં રખડતાં ચાણકય એક વાર એક વૃદ્ધા બ્રાહ્મણીને ત્યાં ભેાજનાથે જઈ ચઢયો. તે જ વખતે બ્રાહ્મણીએ રસોઈમાં ખીચડી તૈયાર કરી હતી. વૃદ્ધા ચાણુકચને એળખતી ન હતી. તે સમયમાં બ્રહ્મદેવાને ભાજન આપવું તે ગૃહસ્થ માટે સુકૃત્ય મનાતું. વૃદ્ધાએ પ્રેમપૂર્વક ચાણકય માટે ભાજનની યાગ્ય વ્યવસ્થા કરી, ભૂદેવને આસન પર બેસાડયા અને થાળીમાં ગરમ ગરમ ખીચડી પીરસી. ચાણકય તે ઉતાવળમાં હતા અને ક્ષુધા-તૃષાથી પીડિત હતા. જેવી ખીચડી થાળીમાં પીરસાણી કે તરત જ તેણે વચમાં હાથ નાખી ખીચડી ખાવાના પ્રયત્ન કર્યો, પણ ખીચડી ગરમ હાવાને કારણે તેણે તરત જ સિસકારા કર્યાં અને હાથ પાછો ખેંચી લીધેા.
સિસકારા સાંભળી વૃદ્ધા બેલી કે, “હે ભૂદેવ! તમે પણ ચાણકય જેવા મહામૂખ છે!”
આ સાંભળી ચાણકય આશ્ચર્ય પામ્યા. તેથી તેણે પૂછ્યું કે, “માતાજી! તમે ચાણકયને મહામૂખ કેમ કહ્યો ?”
વૃદ્ધા : “સાંભળ, ચાણકય ચંદ્રગુપ્તને રાજગાદી અપાવવા ગુપ્તવેશે મગધ ઉપર સીધા નાના નાના હુમલા કરે છે અને એમાં એને નિષ્ફળતા મળે છે. તેને બદલે તે મગધનાં આજુબાજુનાં નાનાં રાજ્યાને વિશ્વાસમાં લે કે જીતે, પછી લશ્કર ભેગું કરે, સૈનિકોને કેળવે અને એકઠા કરે, આમ તાકાત વધારી પછી મગધ પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org