________________
૨
૨.
ધ્યાન એક પરિશીલન હમલે કરે તે સફળતા પ્રાપ્ત થાય. તે ચાણક્યની જેમ ખીચડીમાં સીધે વચમાં હાથ નાખે અને દાઝવાથી હાથ પાછો પડ્યો, તેને બદલે આજુબાજુની ખીચડી ખા. તે દરમ્યાન વચ્ચેની ખીચડી ઠંડી થશે, તે તું નિરાંતે ખાઈ શકીશ. તે ખીચડીમાં વચ્ચે સીધે હાથ નાખે તેથી મેં તને ચાણક્ય જે મહામૂર્ખ કહ્યો.”
વૃદ્ધાની વાતને મર્મ સમજી ચાણક્ય તે નીતિ અપનાવી. મગધની ગાદી મેળવી અને મહામૂર્ખતાથી છૂટ્યો.
આ ઘટનાને સાર એ છે કે, ધ્યાન જેવા સૂમિ માર્ગમાં જતાં પહેલાં આજુબાજુની ભૂમિકા તૈયાર કરવી. યથાર્થ ભૂમિકા વગર આ માગે જવાથી પુરુષાર્થ પાછું પડે છે.
ધ્યાનની અનેકવિધ રહસ્યમય વાતે સાંભળીને, જેવા કે શક્તિપાત, મુખરસ કે સ્પર્શથી સાક્ષાત્કાર થવે, તેવા લલચાવનારાં સાધનોથી ધ્યાનદશા પ્રાપ્ત કરી લેવાની ઉતાવળ તે મૂર્ખતા છે, એક ભ્રમ છે. આ માર્ગમાં અનુભવી જ્ઞાની, પવિત્ર સ્થળ, એકાંતવોસ, યથાર્થ માર્ગદર્શન વગેરે સહાયક સાધને છે, પરંતુ ધ્યાનદશાને કે ત્રણ દિવસમાં કે કઈ સાત દિવસમાં સાક્ષાત્કાર કરાવી દેવાને દા કરે છે. કુતૂહલવશ, ભ્રમણવશ કે અંધવિશ્વાસને વશ થઈ અનેક લેકે તેવા કાર્યક્રમોમાં ભાગ લઈ સંતેષ માને છે, પણ આ રીતે અસદ્દગુરુએ તેમને છેતરી લે છે તેની તેમને ખબર જ નથી હોતી. સાધકનું અને શ્રી સદગુરુનું મિલન
વ્યવહારમાં જેમ ઝવેરાત લેવા ઝવેરીને ત્યાં જવું પડે, મીઠાઈ લેવા કંઈને ત્યાં જવું પડે, તેમ આત્મજ્ઞાન – ધ્યાનના માર્ગદર્શન માટે આત્મજ્ઞ કે સમદશી પુરુષને સંપર્ક અને સેવન જરૂરી છે. તેમને પવિત્ર પ્રેમ, કલ્યાણની ભાવના, નિર્દોષ માર્ગદર્શન અને શુદ્ધ આચાર અધિકારીને પાત્ર થવા અને ધ્યાનમાર્ગના યાત્રી થવા શક્તિપાતરૂપ નીવડે છે. તેમના નિર્મળજ્ઞાનની એ રેખા છે. આ માગ ઘણે વિશદ અને સૂક્ષમ હોવાથી તેમાં અનુભવસિદ્ધ જ્ઞાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org