________________
૩૨
સ્થાન : એક પરિશીલન,
આ વિષમકાળમાં અને સંઘર્ષાત્મક વાતાવરણમાં ધ્યાનાભિમુખતા શાંતિદાતા છે. કેવળ સંતાપ કે સંઘર્ષોથી બચવા ધ્યાનક્રિયામાં જોડાવું તે સ્થૂલ અભ્યાસ છે. વાસ્તવિક ધ્યાનમાગની ઉપાસના વગર શાંતિ પ્રાપ્ત થતી નથી. દૂધના ઊભરાની જેમ શમી જાય. તે સાચી ઉપાસના નથી. વિચારે અને વિકલ્પનું શમી જવું તે ધ્યાન છે. ધ્યાનને અલ્પ અનુભવ પણ સંવેદનશીલ હોય છે. દીર્ઘકાલીન અભ્યાસ વડે ક્ષણને નીરવ અનુભવ જીવનને અજવાળે છે અને સમગ્ર જીવનમાં પરિવર્તન લાવે છે. સ્વયં પોતે આશ્ચર્ય પામે તેવું તે ક્ષણનું સામર્થ્ય છે. મનથી ઉપર ઊઠવાને આ ઉપાય છે. પૂર્ણ શુદ્ધતવનું દેહમાં પ્રગટવું, તે દેહ છતાં નિર્વાણ છે. નિર્વાણપદના સ્વામી-સંતે સિદ્ધાત્માના પ્રતિનિધિ છે. તેઓની નિશ્રામાં, તેમની જ્ઞાનદશાની શ્રદ્ધામાં આ માર્ગ સરળપણે સાધ્ય છે.
ધ્યાન એ સ્વયં અનુભવની દશા હોવાથી તેની કઈ વ્યાખ્યા, અધ્યયન, ચિંતન કે સમીક્ષા કરવી તે ન્યૂન જ છે. તેથી એ દશાની સહજ ઉપલબ્ધિને પાત્ર થવા પ્રથમની ભૂમિકા માટે અભ્યાસ અને પુરુષાર્થ કરી દેવગુરુની કૃપા વડે આત્માર્થને શુદ્ધ સંસ્કાર દઢ કર. તે સંસ્કારને વર્ધમાન કરવા ચિત્તની એકાગ્રતા, વિકલ્પનું શમન, મન અને ઇદ્રિને સંયમ વગેરે ધ્યાનમાની યાત્રામાં પ્રેરણાદાયી છે. તેને યેગ્ય ભૂમિકા માટે અધ્યયન-સ્વાધ્યાય જરૂરી છે.
સહજ શુદ્ધ ધ્યાનદશા માટે શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત પત્રાંક ૭૩પમાં પ્રકાશે છે કે, “વિષમભાવના બળવાન નિમિત્તો પ્રાપ્ત થયાં હતાં જે જ્ઞાની પુરુષ અવિષમ ઉપગે વર્યાં છે, વર્તે છે, અને ભવિષ્ય કાળે વર્તશે તે સર્વને વારંવાર નમસ્કાર.
ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વ્રત, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તપ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિયમ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ લબ્ધિ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ઐશ્વર્ય, એ જેમાં સહેજે સમાય છે, એવા નિરપેક્ષ અવિષમ ઉપગને નમસ્કાર. એ જ ધ્યાન.?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org