________________
ધ્યાન વિશેની સરળ અને સાચી સમજ
૩૧
અને પરિવર્તન જેવાં સાધના ઉપયાગી થાય છે. કેવળ બાહ્ય ક્રિયા વડે દોષો દૂર થઈ જતા નથી.
જ્ઞાનીપુરુષાનું કથન છે કે, પ્રત્યેક પળે અજ્ઞાન અને અજાગૃતિને કારણે કર્મો પ્રવેશ કરી રહ્યાં છે. કર્મ એ જડનું રૂપ છે. વળી બીજી બાજુ દેહવ્યાપી આત્મપ્રદેશે ચેતનસત્તા પ્રગટતી હોય છે. અસવૃત્તિઓના જોરે બંનેનું સંમિશ્રણ થવા પામ્યું છે. એ સંમિશ્રણનું નિરીક્ષણ ચેતનના વહેતા નિર્દોષ સથી થાય તેા બંનેનું યથાતથ્ય સ્વરૂપ સમજમાં આવે છે. તે સમજને એધ કહા, સાક્ષિત્વ કહા કે યથાર્થ પરિવર્તન કહા, તે સ્થાપિત થતા જાય છે. તે પછી વિચાર અને આચારની ગુણવત્તા સહેજે પરિવર્તન પામે છે; આત્મા સંવેદનશીલતા અનુભવે છે; જેથી જીવનના સમગ્ર વ્યવહાર સમ્યક્રૂપે પરિણમે છે. તે પછી ધ્યાન શું છે તે સમજમાં આવે છે. પરિણામધારાનું ઉપયાગનું—મનનું—આત્મા પ્રત્યે વળવું તે ધ્યાનમાર્ગના પ્રવેશ છે. દૃષ્ટિપરિવર્તનના ~ અંતમુ ખતાના એ સુભગ સમય છે.
ધ્યાનની અદ્ભુત દશા
શુદ્ધ-ઉપયોગ અને સમતાધારી;
જ્ઞાનધ્યાન મનેાહારી. કમ કલ‘કફ દૂર નિવારી: ' વરે શિવનારી આપ સ્વભાવમે રે અવધુ
સદા મગનમે રહેના.” —મન ધનજી કૃત સજ્ઝાયમાંથી.
શુદ્ધ ઉપયોગની પળેામાં મુનિજનાને ધ્યાનની ચરમસીમાએ સ્વરૂપદર્શન વિશેષપણે થાય છે અને અનુભવાય છે. ત્યાર પછી પરમ સમાધિદશા વર્તે છે. તે પરમસમાધિરૂપ મહાત્માઓને પ્રણમી, તે શુભભાવને ધારણ કરી યથાશક્તિ અને નિર્મળમતિપૂર્વક આ માગે આગળ વધવા પુરુષાર્થ કરવામાં માનવજીવનની સાર્થકતા છે. દેહમંદિરમાં વિરાજમાન સ્વસ્વરૂપમય પરમાત્માને પ્રગટ થવા દેવા અને તેનું દર્શન પામવું. તેમાં જ જીવનની ખરી મહત્તા અને સફળતા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org