________________
૨
.
ધ્યાન વિશેની સરળ અને સાચી સમજ સ્થૂલ ક્રિયાઓથી મનની દિશા બદલાય છે, પણ મનને લય થતા નથી. એથી દોષને ઉપશમ થાય કે દેવ દબાય પણ સ્વત્વની અનુભૂતિ થતી નથી. વળી દબાયેલા દોષોને મૂળમાંથી છેદ પણ થતું નથી, તેથી નિમિત્ત મળતાં તે દે માથું ઊંચકે છે.
ક્રોધને દબાવીને ક્ષમા ધારણ કરનારના, લેભને દબાવીને. ઉદારતા દર્શાવનારના, કામને દબાવીને બ્રહ્મચર્ય પાળનારના કે માયાને દબાવીને સરળતાને દેખાવ કરનારના દોષે તે સમય પૂરતા તે દબાઈ ગયેલા લાગે છે. પણ જે તેની અંતરંગ શ્રદ્ધા સાચા જ્ઞાનવૈરાગ્યસહિત મૂળમાંથી બદલાતી નથી તે તે આત્મવંચના થાય છે; પિતે પિતાથી છેતરાય છે. અને એવા ભ્રમમાં લાંબો સમય વહી જાય છે. એટલે જ્યાં સુધી મનને ઇંદ્રિયજન્ય સુખે ગમે છે અને તેની પ્રાપ્તિ માટે મનુષ્ય લાગે રહે છે, ત્યાં સુધી તે મનને બદલવાને બદલે સાધન બદલે કે સાધનેથી દૂર રહે તે પણ મનથી પાર નિજ ચેતના જાગ્રત થતી નથી. આ સાધક ધ્યાનમાગથી વંચિત રહી જાય છે.
સાધક જે પોતાના મનની વાસનાનું અને તૃષ્ણાનું યથાતથ્ય. સ્વરૂપ સમજી લે કે તે અન્યભાવ છે, મારા માર્ગમાં અવરોધનું કારણ છે – તેને દૂર કરે, જ્ઞાનીના બોધને ગ્રહણ કરી સત્ય દિશા પકડે તે વિષય-કષાયે તરફની વાસના દબાવાને બદલે શાંત થઈ જાય છે.
જીવન પ્રપંચથી આવરણયુક્ત હેય અને ધ્યાનમાર્ગની. અભિલાષા રાખવી કે જીવનમુક્તિનો માર્ગ મેળવવા મથવું તે આકાશપુષ્પવત્ છે. જીવનવ્યવહાર અહં અને મમત્વથી ગ્રસિત હોય, મૈત્રી આદિ સભાવથી મનોભૂમિ ભીંજાયેલી ન હોય, આત્માના અસ્તિત્વની નિઃશંકતા ન હય, આત્મા-અનાત્માના ભેદને બોધ પ્રાપ્ત થયે ન હોય, ત્યાં સુધી ધ્યાનમાર્ગમાં વાસ્તવિક પ્રગતિ થઈ શકતી નથી.
આજે માનવજીવન રેશમના દોરા જેવું લપસણું છે, તેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org