________________
૨૬
ધ્યાન એક પરિશીલન ધ્યાન દ્વારા અને ધ્યાનદશા પ્રાપ્ત થયે, જ્ઞાનની સક્રિય મનેભૂમિકા પર સ્થાપિત થયેલી સ્મૃતિ અર્થાત પ્રજ્ઞા, ઉપરોક્ત પ્રકૃતિ અને આકૃતિને દૂર કરે છે. આત્મજ્ઞાનરૂપે પ્રાપ્ત થતી આ ફળશ્રુતિ અનંતને અજવાળે છે. આ માનવજીવનની એક મહાન ચમત્કૃતિ છે.
શ્રીમદ્ રાજચંદ્રજીએ ક્ષમાપનાના શિક્ષાપાઠ પદમાં કહ્યું છેઃ “જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડે ઊતરું છું તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારે મારા સ્વરૂપને પ્રકાશ કરે છે.”
આત્મપ્રકાશની એથે જીવનની બાહ્ય પ્રવૃત્તિ, મનની ચંચળ ગતિ અને પૂર્વની મતિ (આગ્રહ) ત્યાં શાંત થઈ જાય છે, એટલે કે ધ્યાન સર્વ લેશેથી મુક્ત થવાને સર્વોત્તમ ઉપાય છે.
કેવું આશ્ચર્ય!
પરમસુખ-શાંતિનું ઉત્તમ સાધન આ દેહમાં ઉપલબ્ધ હોવા છતાં માનવ કંગાલ અને દરિદ્ર બન્યું છે. એ દરિદ્રતા દૂર કરવાના ઉપાયના ભાન, સાન અને જ્ઞાન વગર જગતમાંથી સમ્રાટ, માંધાતાઓ કે અબુધ એવા માનવે ખાલી હાથે ભવાંતર પામ્યા જ કરે છે.
પૂર્વભૂમિકા, ધ્યાનને અભ્યાસ અને અનાસક્તભાવ જેવી દશાવાળે સાધક આસનસ્થ થાય છે કે જીવનની તે ક્ષણે પુષ્પ જેવી નિર્દોષ અને હળવી બની જાય છે, જીવન સમભાવરૂપી સમતારસથી મઘમઘી ઊઠે છે અને સાધક જીવનની ધન્યતા અનુભવે છે. સમતાનું અમૃત
સૂક્ષ્મ વિચાર, સૂમ ઉપગ, સૂફમ અવલોકન કે સૂક્ષમ ચિંતન વિના સમ્યવિચાર કે સમભાવ ધારણ થતું નથી. લેકલજાએ, લેકભયે, કલાગણુએ કે લેકમાન્યતાએ જે સમતા રહે તે મિથ્થા સમતા છે. પ્રતિકૂળ સંગમાં, પિતે નિર્ધારિત કરેલા પ્રસંગોની કે કાર્યોની નિષ્ફળતામાં, કે માનસિક માન્યતાઓથી વિપરીત વાતાવરણમાં, આત્મા એ સર્વને પ્રકૃતિજન્ય કે પૂર્વ પ્રારબ્ધને સંગ સમજે અને સદ્ભાવ વડે સમભાવમાં ટકી રહે તે સાચી સમતા છે. આ સમતાવાન સાધક ધ્યાનના સમયે સહેજે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org