________________
ધ્યાન વિશેની સરળ અને સાચી સમજ
૨૫
આત્મજ્ઞાનના અભ્યાસ વગર આ સમગ્રતાની યાત્રા શકય નથી.
ધ્યાન એ મનાભૂમિકાની ઉપરની દશા હોવાથી તે જ્ઞાનરૂપ અર્થાત્ પ્રકાશમય છે. આ માર્ગના સાધક પ્રજ્ઞાવંત હોય છે. તેથી ધ્યાનદશાની અલકના આંશિક અનુભવમાં પણ તેને સાચું સુખ અને પરમશાંતિ મળે છે અને તે અનુભવને માટે સાધક વારવાર નિવૃત્તિમાં ધ્યાનના પ્રયાગ કરી લે છે. કઈંક પ્રાપ્ત થાય, કઈક દેખાય એવી આશાલક્ષી કલ્પનાએ અહીં વિરામ પામે છે. અજ્ઞાન પ્રત્યે, તેના પ્રકારો પ્રત્યે, ચિત્રવિચિત્ર સંકલ્પવિકલ્પે પ્રત્યે, સંસ્કારયુક્ત મન પ્રત્યે સાધક જાગ્રત રહી સ્વાધીન થતા રહે છે.
આ માર્ગના દ્રષ્ટાએ આત્મકલ્યાણ અર્થે મનથી ઉપર ઊડવા, સંઘર્ષ અને દ્વન્દ્વોથી મુક્ત થવા, યાનમાર્ગની શોધ કરી છે. વાસ્તવિક ધ્યાન શું છે તેની સમજ આપતાં કહ્યું છે કે,
- ચૈતન્યનુ ં અત્યંત સ્થિર થવું તે ધ્યાન છે,’
ધ્યાન એ મુક્ત જીવનની કળા છે
જગતની કોઈ પણ કળાના ક્ષેત્ર કરતાં સિદ્ધ ધ્યાનયેાગીના જીવનની કળાનું હાર્દ નિરાળું છે, તેમાં મુક્ત જીવનની સૌરભ છે. પૂર્વના કલ્પિત આગ્રહે કે મિથ્યા માન્યતાએથી મુક્ત મનવાળા સાધક આ કળાને પાત્ર હોય છે. પૂર્વેની સ્મૃતિ, પ્રવૃત્તિ કે મનના પ્રદેશેામાં ઊઠતી ચિત્ર-વિચિત્ર આકૃતિઓનું વિસર્જન થતાં ધ્યાન શું છે તે સમજાય છે.
જગતના વિધવિધ સંબંધેા, પ્રસંગો, વાણી, વિચાર, ભાવ, વર્તન વગેરે કંઈ ને કંઈ સંસ્કાર ચિત્ત પર મૂકતાં જાય છે. તે સંસ્કારમાંથી સ્મૃતિ બને છે અને તેમાંથી પ્રકૃતિ બને છે. તે પ્રકૃતિના કારણે ગમા-અણુગમા, અનુકૂળ-પ્રતિકૂળ, સ્વીકાર-અસ્વીકાર અને સુખ-દુઃખની લાગણીઓની મનમાં આકૃતિઓ રચાય છે. તે સંસ્કારરૂપે કાર્ય કરે છે. તેથી આત્મજ્ઞાનને મહાઅવરોધ ઉત્પન્ન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org