________________
ધ્યાનના સાધકે ભ્રમમુક્ત થવું
ધ્યાન વિષેની
સરળ
અને
સાચી સમજ
- સાધકે સૌપ્રથમ એ વાત સ્પષ્ટપણે સમજી લેવી કે, ધર્મધ્યાન અને ધર્મક્રિયા વચ્ચે અંતર છે. સામાન્ય ભૂમિકાએ ધર્મઅનુષ્ઠાનમાં શુભભાવ સેવાય છે પણ તેમાં ચિત્તની સ્થિરતારૂપે ધ્યાનને પ્રયોગ કે અનુભવ હતો નથી. વળી કેવળ કુતૂહલવશ ધ્યાનની સીધી જ કેઈ વિધિ કરી લેવાથી કે આસનસ્થ થઈ ચક્ષુ બંધ કરીને બેસી જવાથી પણ ધ્યાન શું છે તેને અનુભવ થવાને સંભવ નથી.
ધ્યાનમાર્ગના જિજ્ઞાસુએ, પ્રથમ અધ્યાયમાં જણાવ્યું છે તેમ મનઃશુદ્ધિ, અંતરનિરીક્ષણ, વિવેક અને સ્વરૂપના જ્ઞાન જેવી ભૂમિકાનાં સેવન વડે ક્રમે કરીને અવરોધને દૂર કરવા, અને તે માટે પ્રામાણિક પ્રયાસ કરે અત્યંત આવશ્યક છે. જીવનમાં વાસના-વૃત્તિઓની પ્રબળતા હોય અને સીધાં જ કુંડલિનીની જાગૃતિ કે શક્તિપાત જેવાં સાધન વડે
ધ્યાનમાર્ગને યથાર્થ અનુભવ શક્ય નથી. એ તે કાલ્પનિક સાધનોના ભ્રમમાં પડી ભૂખ બનવા જેવું છે, કારણ કે તેમ કરવાથી પરમાર્થસાધક ધ્યાન સિદ્ધ થઈ શકતું નથી, પણ પુરુષાર્થ પાછા પડે છે તે અહીં આપેલા દષ્ટાંતથી સમજાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org