________________
૧૮
ધ્યાન એક પરિશીલન જ્યાં સુધી જીવનના મૌલિક સિદ્ધાંતમાં કે આત્મશ્રદ્ધામાં રસ નથી ત્યાં સુધી સંસાર ટકે છે. મનુષ્યને પોતાના ઇંદ્રિયજન્ય સુખમાં, મનની કલ્પનાઓમાં, કંઈક થવામાં કે વ્યક્તિત્વમાં રસ છે, ત્યાં સુધી સંસારમાં આવાગમન છે. વ્યક્તિત્વની દોડ મનુષ્યને સાચા સુખથી વંચિત રાખે છે. ધાર્મિક ક્રિયાઓ એક સ્કૂલ વિશ્રામ જેવી થઈ પડી છે. નિદ્રા દેહ અને મનને વિશ્રામ આપે છે. ધર્મકિયાએ પ્રવૃત્તિને રૂપાંતરરૂપે વિશ્રામ છે, જ્યારે દયાન એ દુઃખમાત્રથી વિશ્રામ છે.
મનુષ્ય જ કર્મથી અને અકર્મથી સમતુલા લાવી શકે છે. કર્મપ્રેરણાને શાંત કરી શકે છે. પશુમાં આ શક્તિ મુખ્યપણે નથી, માટે મનુષ્ય કર્મનું, કર્મવૃત્તિનું સંશોધન અગ્રિમતાએ કરવું જરૂરી છે. સંશોધન સાચી દિશાથી થાય તે જીવન નિર્બોજ બને છે અને પ્રતિકિયાથી ભારે બને છે.
એક વ્યક્તિએ બીજી વ્યક્તિને એક ચૂંટી ભરી, બીજી વ્યક્તિએ ચૂંટી ભરનારને તમાચો લગાવ્યું. આમાં ગાલને, હાથનો કે આંગળીઓને શું દોષ છે? હાથ અને આંગળીઓ વડે નમસ્કાર જેવી સક્રિયા પણ થઈ શકે છે. તેથી હાથ, ગાલ કે આંગળીએનું સંશોધન જરૂરી નથી, પણ તે હાથને સક્રિય કરનાર વૃત્તિએનું સંશોધન જરૂરી છે. મનુષ્ય હાથથી થતી ક્રિયાને જુએ છે અને હાથથી બદલો લેવા પ્રયત્ન કરે છે, તેમાંથી જ વેરાનુબંધ સંગેને જન્મ થાય છે. એમ પરંપરાએ કર્મની શૃંખલા પદા થાય છે. ' ધ્યાન જેવા અકર્મ માર્ગથી કર્મ તૂટે છે. વૃત્તિ પ્રમાણે પ્રવૃત્તિ નહિ પરંતુ પ્રવૃત્તિ અને વૃત્તિનું સંશોધન થાય તે કર્મજન્ય શલ્ય શમે છે. અંતે અહમ, વિસર્જન થઈ આત્મા અહંમ બને છે.
ધ્યાનમાર્ગની સિદ્ધિમાં પ્રારંભથી અંત સુધી આત્મસંશોધન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org