________________
૧૫
ધ્યાનમાર્ગનું સંક્ષિપ્ત સ્વરૂપ
ધ્યાન-સાધકને માટે અનાસક્તભાવ આવશ્યક અંગ છે. કેવળ બાહ્યત્યાગમાં જીવ સંગોને આધીન થઈ સમાધાન શોધી લે છે ત્યારે ક્વચિત્ આસક્તિમાં ખેંચાઈ જાય છે. માટે સાધકને જ્ઞાનીઓને સત્સંગ જરૂરી છે. જ્ઞાનીજને પ્રત્યેના આદર અને વિનય વડે સાધક નિર્વિને આ માર્ગે આગળ વધે છે.
કેવળ દેહને દમવાથી કે મનને દબાવવાથી બંધનમુક્ત થઈ શકાતું નથી. સૂફમ મન સક્રિય છે ત્યાં સુધી પ્રમાદવશ વાસનાવૃત્તિઓ ઊઠશે, પરંતુ ધ્યાન દ્વારા, ચિત્તની એકાગ્રતા દ્વારા સૂફમ મનને જાણી શકાય છે અને તેને શાંત કરી શકાય છે. તે પછી નિર્વિકલ્પતાને કંઈક અંશ અનુભવાય છે. જ્ઞાનીને આ અનુભવ વારંવાર થાય છે. દીર્ધકાળના અભ્યાસ વડે સાધકને કવચિત્ કે ભૂમિકા અનુસાર એ અંશ અનુભવમાં આવે છે. જ્ઞાનીની અંતરંગ દશા :
જ્ઞાની સવિકલ્પદશામાં અને નિર્વિકલ્પદશામાં સ્વરૂપને જાણે છે. નિર્વિકલ્પદશામાં જ્ઞાન દ્વારા સ્વરૂપને – શુદ્ધાત્માને જાણે છે. અને સવિકલ્પદશામાં બહારના યરૂપ પદાર્થોને સહજપણે જાણે છે. સવિકલ્પદશામાં પણ તેને મુખ્યપણે શુભ પરિણામ હોય છે. નિર્વિકલ્પતામાં સમસ્ત ભાવથી મુક્ત દશા હોય છે.
જેટલી વીતરાગતા તેટલું આત્મિક સુખ. એ સુખ જ્ઞાનીને સવિકલ્પદશામાં ગૌણપણે હેય છે અને નિર્વિકલ્પદશામાં પરમ સુખ હોય છે.
જ્ઞાનીને ચેતનારૂપ ફુરણે હેવાથી પાપ-ઉત્પાદક સંગથી પ્રાયે તે દૂર રહે છે, કવચિત્ તેને ઉદય હેય તે પણ જ્ઞાની સમ્યગુ.ઉપગમાં રહે છે, જેથી તેવા સંગે પણ જ્ઞાનને આવરણ કરતા નથી. નિજશક્તિ અનુસાર જ્ઞાની વારંવાર સ્વરૂપમાં લીન થતું રહે છે, તેથી સાંસારિક જ્હશે ખરી પડે અને ચિંતનમાં આત્મસુખની ઝલક અનુભવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org