________________
ધ્યાનમાર્ગનું સંક્ષિપ્ત સ્વરૂપ
૧૩. હોય છે. દેહદેવળમાં આવું પરમ નિધાન વિરાજમાન હોવા છતાં છે તેને બહાર શોધવા પ્રયત્ન કરે છે : આ જ સ્તવનમાં એ વાત સ્પષ્ટપણે કહી છે?
“પરમ નિધાન પ્રગટ મુખ આગળ જગત ઉલધી હે જાય, જિનેશ્વર
જ્યોતિ વિના જુઓ જગદીશની
અંધ અંધ પલાય જિનેશ્વર, એક પ્રગટેલા દીવા વડે અન્ય દીવાઓને પ્રગટાવી શકાય છે. આત્મશ્રદ્ધા વડે કમથી પરમતત્વની પ્રાપ્તિ થાય છે. તેને માટે એકાન્તમાં ધ્યાનાભિમુખ થવું જરૂરી છે.
પ્રારંભમાં સાધક જ્યારે એકાંતમાં બેસે છે, ત્યારે સંસ્કારવશ મનમાં વિકલ્પ અને વિચારોને ભારે કોલાહલ જણાય છે, પણ તેથી અકળાવું નહિ. એ વિકલ્પ કે વિચારો કેવળ અશુભ જ હતા નથી. તેમાં આંશિક પ્રશસ્તધારા હોય છે, તેથી પ્રયત્નપૂર્વક શુભાશુભ વિચારોની ગૌણતા કરી જ્ઞાનની મુખ્યતા રહે તે પ્રયાસ કરે. જ્ઞાનધારા વડે ચિત્ત, સ્થિરતા પામે છે. અને તેમાંથી કઈ પળે ધ્યાનદશારૂપે પરિણમે છે. તે અનુભવ અવશ્ય થાય છે. આ સાધકનું અંતરંગ છે. જે આત્મવિચાર કે તત્વચિંતનને પ્રયાસ જ ન થાય તે ધ્યાનદશાના કમને પ્રારંભ જ શક્ય નથી. સાધક આત્મલક્ષે પુરુષાર્થ વડે આગળ વધતું જાય છે.
સદુઉપદેશ તે ચક્ષુને અંજનના ઉપગ જેવો છે. અંજન વડે ચક્ષુને રોગ દૂર થાય છે તેમ સદુપદેશ વડે અંતરદષ્ટિ ખૂલે. છે. દોષ દૂર થાય છે. સાધનામાં વિવેકનું સ્થાન
પરમાર્થમાર્ગમાં વિવેકનું સ્થાન ઘણું મહત્ત્વનું છે. સત્યાસત્યની, આત્મા-અનાત્માની અથાત્ જડ-ચેતનની યથાર્થ સમજ તે વિવેક છે. જીવનસાધનામાં વિવેક વડે સાધક પરમાર્થમાર્ગને સરળતાથી સાધી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org