________________
ધ્યાનમાર્ગનું સૌંક્ષિપ્ત સ્વરૂપ
ભૂમિકાએ માર્ગદર્શન સાથે સન્માર્ગની તાત્ત્વિક શ્રદ્ધા, સ્વયંના પુરુષાર્થ, ચારિત્ર્યશુદ્ધિ અને એકાંતમાં મૌનસહિતના અભ્યાસ, આ સઘળાં તત્ત્વો આવશ્યક છે. આટલી ભૂમિકા પછી આ માગે` સહેજ અને સરળપણે આગળ વધાય છે.
ધ્યાનના દીર્ઘકાલીન અભ્યાસ પછી સાધકની ચિત્તધારાના પ્રવાહ જ પરિવર્તન પામે છે. જગતના પાર્થિવ પદાર્થો પ્રત્યેની દોડ શમી જાય છે, અને જ્ઞાનધારા આત્મા પ્રત્યે ઝૂકેલી રહે છે. અનંતકાળની કર્મધારાની શૃંખલા અહીં શિથિલ થાય છે. આવી દશાવાળા સાધક ખાય-પીએ, હરે-ક્રે, પહેરે-એઢ, જાગે સૂએ, દરેક ક્રિયામાં સમ્યગ્રભાવે કશા દબાવ કે તનાવ વગર સહજપણે જીવનનિર્વાહ કરે છે, તટસ્થતાપૂર્વક વર્તે છે, આત્મલક્ષને ભજે છે અને આત્મ ભાવને માણે છે. તેથી જ કહ્યું :
૧૧
અહા! સમદ્રષ્ટિ આતમા, કરે કુટુંબ પ્રતિપાળ; અંતગત ન્યારા રહે, (જ્યુ.) ધાવ ખિલાવે માળ. (શ્રી લાલા રણજિતસિંહકૃત બૃહદ આલોચનાપાઠ) “હાવભાવ વિવિધના કરતી, દૃષ્ટિ આડી અવળી ફરતી, હેલ નજરથી યુવત જેમ ચૂકે નહુ રે. જ્ઞાની જ્ઞાનદશાના દાર કદી ચૂકે નહિ રે,” (અજ્ઞાત) “આસક્ત નહિ જે ક્રચાંય, મળે કાંઇ શુભાશુભ, ન કરે કે શાક તેની પ્રજ્ઞા થઈ સ્થિર.” ૪ (સ્થિતપ્રજ્ઞનાં લક્ષણ, શ્રી ભગવદ્ગીતા) ધ્યાનમાર્ગના સાચા સાધક સમ્યગ્ દૃષ્ટિવાન અને શીલવાન હોય છે. સમતારસથી તેનું અંતરંગ સભર હાય છે. વ્યવહારમાં વિવેકપૂર્વક સભાનપણે વર્તે છે. તેમાં અનુકૂળતા હા – પ્રતિકૂળતા હા, શુભયોગ હૈ। – અશુભયોગ હા, સુખદ પરિસ્થિતિ હ। – દુઃખદ પરિસ્થિતિ હો, આવા વિવિધ સંચેગામાં અંતર વિશુદ્ધિમાં સ્થિર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org