________________
ધ્યાનમાગનું સંક્ષિપ્ત સ્વરૂપ પ્રલેભનવશ કે સાચી જિજ્ઞાસાવશ, કોઈ પણ પ્રકારે ધ્યાનમાર્ગને સૂકમ કે શૂલપણે, આંતરિક કે બાહ્ય પ્રકારે, દેહથી કે ભાવથી, શેખથી કે અંતઃ પ્રેરણું વડે ધ્યાન પ્રત્યે અભિમુખ થયેલ છે. અને ધ્યાનશિબિર, ધ્યાનકેન્દ્રો, ધ્યાનસાધના જેવા સામૂહિક કાર્યક્રમનું આયેાજન થતું રહે છે. જે એ સાધના ગંભીરપણે, જીવનના એક અંગ તરીકે કરવામાં આવે અને કાર્યક્રમ પૂર્ણ થયા પછી સ્વશિક્ષણરૂપે દીર્ધકાળ સુધી તેનું સેવન કરવામાં આવે તે સાધકની પ્રગતિ અવશ્ય થાય છે.
ભારતભૂમિનું આ સર્વોચ્ચ તત્વ અમેરિકા જેવા દેશોમાં પ્રવેશ પામ્યું છે. આ દેશ અદ્યતન સાધનોથી સંપન્ન છે, ભેગવિલાસનાં સાધનથી ભરપૂર છે. સુખસામગ્રીના અતિરેકથી ત્યાંના માનવે ક્યારેક યુવાનવયમાં પણ કંટાળે છે. તેમને થાય છે કે હવે જીવનમાં સુખ ક્યાં મેળવવું? અને એ દેશમાં ધ્યાનમાર્ગનું કિરણ ભારતભૂમિના ગીઓ દ્વારા પ્રવેશ પામ્યું.
અમેરિકા જેવા દેશમાં મૂલ્યવાન વિવિધ પ્રકારના ટી.વી.સેટ, ડીનરસેટ, સોફાસેટ, કૅસેટ, અને કેપ્યુટર હોવા છતાં ત્યારે માનવી “અપસેટ” છે. ધ્યાનમાર્ગના આછાપાતળા કિરણના પ્રકાશમાં કેટલાક માનવેને સમજાયું કે આ કોઈ સેટ થવાનું ઉત્તમ સાધન છે, ચિત્તશાંતિનું સાધન છે.
આશ્ચર્યની વાત એ છે કે ભારતભૂમિમાં સુખનું આવું અમોઘ સાધન હોવા છતાં, અહીંના માનને પરદેશી વસ્તુઓનું ઘેલું લાગ્યું છે. ભારતને કાચા માલ પરદેશ જાય, ત્યાંથી રૂપાંતર થઈ પાછો આવે, લોકો તેને સહર્ષ આવકારે અને તેના ઉપભેગમાં સુખ માને. ભારતભૂમિને ધ્યાનમાર્ગ પરમસુખદાયક હતું અને છે. કાળના પરિબળે તેમાં મંદતા આવી. ધ્યાન એક ક્રિયારૂપે ફરતું ફરતું વિદેશ પહોંચ્યું. વળી છેલલા બે દાયકામાં આ દેશના સામાન્ય જનસમૂહને પણ તે પ્રત્યે વિશેષ આકર્ષણ થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org