________________
ધ્યાન : એક પરિશીલન. સાચા ધ્યાનમાગની દુર્લભતાઃ
ગંગોત્રીના મુખમાંથી નીકળેલે પવિત્ર જળપ્રવાહ ઘણે દૂર ગયા પછી કાદવ મિશ્રિત થઈ જાય છે, તેમ મુનિઓના અને યોગીઓના હદયકમળમાંથી પ્રવાહિત થયેલે આ ધ્યાનપ્રવાહ સામાન્ય માનવ સુધી પહોંચીને મિશ્રિત થઈ ઘણે ભાગે વિકૃત થઈ ગયે છે. તેથી વર્તમાનકાળમાં સાચા અને પવિત્ર ધ્યાની – મેગીને સંપર્ક થ અને આ માગે પ્રશસ્ત સાધના થવી દુર્લભ થતી ગઈ છે. છતાં સત્યપુરુષાર્થ, ચારિત્રશુદ્ધિ, તત્વને સતત દીર્ઘકાલીન અભ્યાસ અને પ્રમાદરહિત નિષ્ઠા વડે ધર્મધ્યાનની ભૂમિકાની સાધના સુસાધ્ય બને છે. વૈજ્ઞાનિકયુગની દોડમાં, ધ્યાન એ શાંતિનું મુખ્ય સાધન જેને સમજાશે તે આ માર્ગને પથિક થશે, અને તેને માર્ગદર્શક સદ્ગુરુની પ્રાપ્તિ વહેલી મોડી પણ અવશ્ય થશે.
સાધકે ધ્યાનના શુદ્ધ પ્રકારને વિવેકપૂર્વક જાણવા, જેવા અને સમજવા. ભળતી ક્રિયામાં પડીને ભ્રાંતિ સેવવી નહિ અને સાચી દિશા મળે વિના વિલંબે કે વિના તકે યથાશક્તિ પ્રયત્નશીલ થવું.
આ ધ્યાનમાર્ગ જ્ઞાનીજનેએ પ્રાપ્ત કરેલે, પ્રગટપણે અનુભલે, પવિત્રતાની પ્રસિદ્ધિ પામેલે, નિરપેક્ષ સુખ-શાંતિના આધારરૂપ તથા આત્મવિકાસની ચરમસીમારૂપ છે અને તેથી પ્રારંભના અને અંતના સૌ સાધકેએ પરમ પ્રેમે ઉપાસવા ગ્ય છે. ઋષિઓએ, મુનિઓએ, સંતે એ કે અધિકૃત સાધકેએ મહાન મને જયી થઈ આ દુર્લભ માર્ગને મહાપુરુષાર્થ વડે સુસાધ્ય કર્યો છે. ધ્યાનના સાધકનું અંતરંગઃ
ધ્યાન સાધકે દઢપણે સમજી લેવું કે ધ્યાનમાર્ગ માટે કઈ રૂઢિ, કાલ્પનિક કિયા, રંજનરૂપ માન્યતા, સામૂહિક કે ઉત્તેજિત આયેાજને ઉપયોગી નથી. પ્રારંભમાં સામૂહિક સૌમ્ય આજન, પવિત્ર વાતાવરણ અને ગુરુની નિશ્રા સહાયક છે. આગળની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org