________________
ધ્યાન : એક પરિશીલન પૂર્વાચાર્યો દ્વારા પ્રરૂપિત ગ્રંથમાં ધ્યાન
પ્રાચીન યુગ પ્રત્યે દષ્ટિ કરતાં એમ સ્પષ્ટ થાય છે કે, ધ્યાનમાર્ગ” એ ભારતભૂમિનું સર્વોચ્ચ સજન છે. પૂર્વાચાર્યોએ અને ઋષિમુનિઓએ ધ્યાન વડે અવ્યાબાધ સુખની પ્રાપ્તિ કરી છે, આત્માને દેહદેવળમાં પ્રગટ કર્યો છે. ધ્યાન એ પરમતત્ત્વ સાથેની એક્તાનું અંતિમ સાધન છે, ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એકતા તે અનુભવગમ્ય, વચનાતીત, વર્ણનાતીત અવસ્થા છે તેમ, સૌ મહાત્માઓએ નિરૂપણ કર્યું છે.
જેનાગમમાં તપ, જપ અને સ્વાધ્યાયને ધ્યાનનું આંશિક રૂપ આપવામાં આવ્યું છે, પરંતુ તેનું સૂક્ષ્મ સ્વરૂપ તે ધર્મધ્યાન અને શુકલધ્યાનની સૂક્ષમ કિયામાં સમાવિષ્ટ થયું છે. ધ્યાનની એ સૂક્ષ્મ કિયામાં તપાદિ સમાઈ જાય છે. તેથી ધ્યાનના મુખ્ય અધિકારી અપ્રમત્ત દશાવાન મુનિઓને કહ્યા છે. આથી જૈન સમાજમાં સામાન્યપણે શ્રાવક અને સાધુજને માટે ધ્યાનધારા” જાણે કે મહદ્ અંશે ગૌણ થતી જણાય છે. જવલ્લે જ સાધુજને ધ્યાનને જપ કે સ્વાધ્યાય સિવાય પ્રાગાત્મક કે અનુભવાત્મક રૂપ આપી ગહન સાધના કરતા કે કરાવતા હશે. જપ એ ધ્યાનનું આંશિક અને પ્રારંભિક અનુષ્ઠાન છે, પરંતુ તે પણ એક નિત્યક્રમ જેવું થઈ પડ્યું છે.
કાર્યોત્સર્ગને ( દેહભાવથી ઉત્થાન) કે કાઉસગ્ગધ્યાનને (નવકાર મંત્રનું કે લેગસ્સ સૂત્ર અર્થાત્ જેવીશ જિનવંદનાનું ચિંતનરૂપ કે જપરૂપ ધ્યાન) કે સ્વાધ્યાયને ધ્યાનના પ્રકારમાં સમાવિષ્ટ કર્યા છે. તે વાસ્તવિક રીતે “ધર્મધ્યાન” નથી, પરંતુ તે પહેલાની ચિત્ત સ્થિરતાની ભૂમિકા છે.
ધ્યાનમાર્ગનું વિશદ, વૈજ્ઞાનિક અને સચેટ વર્ણન જૈનદર્શનના અનેક સમર્થ આચાર્યોએ કર્યું છે જેમાં શ્રી સ્વામી કાર્તિકેય મુનિ, શ્રી કુંદકુંદાચાર્ય, શ્રી ઉમાસ્વાતિ આચાર્ય, શ્રી પૂજ્યપાદસ્વામી, શ્રી હરિભદ્રસૂરિ, શ્રી શુભચન્દ્રાચાર્ય, શ્રી હેમચન્દ્રાચાર્ય, શ્રી દેવસેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org