________________
નથી
આ કાળ
નાના હદયકમળ, ગંગા
કથા
ધ્યાન એક પરિશીલન પ્રાચીન સમયમાં ધ્યાન એ ગીજને અને મુનિઓનાં જીવનનું સત્ત્વ હતું, તેઓ વિશિષ્ટ ધર્મધ્યાનના પ્રશસ્ત અધિકારી હતા અને છે.
પુરાણ કથાને ન્યાય પ્રમાણે જેમ ભગીરથ રાજાને મહાપ્રયત્નથી હિમાલયવાસિની ગંગાનું અવતરણ થયું અને ગંગા પૃથ્વી પર પ્રવાહિત થઈ, તેમ મુનિજનેના હૃદયકમળમાં સ્થિત થયેલી ધ્યાનદશાનું સત્વ આ કાળે કેટલાક સંતે, સાધકે, જ્ઞાનીઓના પવિત્ર પુરુષાર્થ અને ઉપદેશબળના માધ્યમ દ્વારા માનવજીવનમાં ધ્યાનમાર્ગરૂપે વત્તેઓછે અંશે પ્રવાહિત થયું છે. સાધકને ચેતવણું
જ્ઞાની પુરુષેએ પ્રકાડ્યું છે કે ધ્યાન એ કશું પ્રાપ્ત કરવાની કિયા નથી, તેનું આત્મા સિવાય કેઈ ગંતવ્ય સ્થાન નથી, કઈ વિધિસૂચિત પ્રક્રિયા નથી, કે કંઈ થઈ જવાનું આયેાજન નથી. ધ્યાનદશા એ આત્માનુભૂતિ છે-સમદશા છે. અંતની સહજવસ્થામાં મન, બુદ્ધિ, વિચાર, વાણુ વગેરે સર્વ કિયાએ શાંત થઈ જાય છે.
ચિત્તની શાંત અને સ્થિર દશા થાય તે ધ્યાનમાર્ગમાં સાચે પ્રવેશ સંભવ છે, અભ્યાસ અને વૈરાગ્યભાવ વડે મનશુદ્ધિ થયા પછી ચિત્ત સ્થિરતા પામે છે. તે પછી સહજ ધ્યાનની સ્થિતિ આવે છે. તે પહેલાંના સર્વ પ્રકારે (અનુષ્ઠાને કે આલંબને) એકાગ્રતા કે સ્થિરતા માટે અત્યંતાવશ્યક છે. ચિત્તની સામાન્ય સ્થિરતાને કે એકાગ્રતાને ધ્યાનદશા માની ન લેવી. ધ્યાનમાર્ગની એ પ્રવેશ-ભૂમિકા છે.
- મુનિઓનાં હૃદયમાં સંસ્થાપિત ધ્યાનદશાની જિજ્ઞાસુ સાધકે પિતાની ભૂમિકા અનુસાર પ્રારંભ કરવો. સાધક શ્રાવક હે, (શુદ્ધ આચારવાળે) બ્રાહ્મણ હો, સાધુ હે, સંત હો કે ગાભ્યાસી હો, સૌને માટે ધ્યાનમાર્ગમાં પ્રવેશ કરવા પુરુષાર્થ કરવો આવશ્યક છે. વૈરાગ્ય – ઉદાસીનતા અને અભ્યાસ વડે કાળભેદે આ માર્ગમાં ઉમેદવારી જરૂર કરવી, સાધક માત્ર એ ઉમેદવારીને પાત્ર છે, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org