Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ . ધન્યકુમાર ચરિત્ર. 3 અપાયેલ દાન દયાને પિષનારૂં, રાજાને આપવામાં આવેલ દાન સન્માન તથા મેટાઈ બક્ષનારૂં, નેકર ચાકરને આપવામાં આવેલ દાન તેમની ભક્તિ આકર્ષણ કરનારૂં, સગા સંબંધીને આપવામાં આવેલ દાન પ્રેમ વધારનારૂં તેમજ દુર્જનને આપવામાં આવેલ દાન તેમને અનુકૂળ કરનારૂં બને છે. ધર્મશાસ્ત્રમાં પણ દાન ધર્મનું ફળ આ પ્રમાણે કહ્યું છે - विभवो वैभवं भोगा, महिमाऽथ महोदयः। दानपुण्यस्य कल्पद्रोरनल्पोऽयं फलोदयः // “રાજયઋદ્ધિ, પૈસે, સુરૂપ વિગેરેની ઈચ્છાનુસાર ભેગવટે તેનું નામ વૈભવ, મનોવાંછિત શબ્દ-૩૫–રસ–ગંધ તથા પર્શની પ્રાપ્તિ તેનું નામ ભેગ; દેશ પરદેશમાં કીર્તિ ફેલાવવી તેનું નામ મહિમા તથા ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ તેનું નામ મહદય; આ ચારે વૈભવ–ભેગ–મહિમા તથા મહોદય) ઉપર જણાવેલ દાનપુણ્યરૂપી ક૯પવૃક્ષના ફળ સમજવા.” આગમમાં વર્ણવેલ શુદ્ધ દાનના સેવન સિવાય વૈભવ વિગેરની પ્રાપ્તિ થતી નથી. મિથ્યાત્વના ઉદયથી અથવા પેટા જ્ઞાનની શ્રદ્ધાથી અજ્ઞાનકષ્ટ સહન કરનાર તપસ્વી પાપાનુબન્ધિ પુણ્ય કદાચ બધે, પરંતુ તે ઉદયમાં આવતાં સુપાત્રદાન આપવાની વૃત્તિ થતી નથી, અને જે આગમમાં વર્ણવેલ વિધિ પ્રમાણે સહજ પણ સુપાત્રદાન શ્રદ્ધાથી આપે છે, તે તે પુણ્યાનુબન્ધિ પુણ્ય ઉપાર્જન કરે છે અને તે ઉદયમાં આવતાં દાન આપવાની વૃત્તિ થાય છે. કદાચ આગલા કોઈ પાપ કમને ઉદય થતાં તેનું ધન નાશ પામે, તે પણ દાન આપવાની મતિ કદિ જતી રહેતી નથી અને આવી રીતે પાપના ઉદય સમયે થયેલી દાન આપવાની વૃત્તિ