________________
આવી વિરાટ વ્યક્તિના મુખેથી વહેતી વીતરાગ પરમાત્માની વાણી વારંવાર વાંચવા-ચિંતવવા ભાગ્યશાળી થયે છું. આ સંકલન પરથી મને થયું કે પૂ. શ્રીનાં વચને કેવાં શંર્ટ એન્ડ સ્વીટ! છતાં અતિ પ્રેરક, ને અસર કારક છે! શાસ્ત્રોના તને સમજાવવા–આત્મ, સાત કરાવવા નિત્ય વપરાશના ચાલુ ઉદાહરણે આપ્યાં છે–ઉપમા, રૂપક, દષ્ટાંત, તથા અનેકવિધ અલંકારે વાપરેલ છે.
પ્રવચને વાંચતી વખતે જાણે આપણે એ વ્યાખ્યાન સભામાં હાઈ–વાર્તાલાપ ચાલતું હોય અને સંતોષને આનંદ-ઉલ્લાસ અનુભવતાં હેઈએ એવું સહેજે અનુભવાય છે.
દેશનાઓમાં વિચાર-વસ્તુ-વિષયનું પુનરાવર્તન થતું જેવાશે. પરંતુ પુનરાવર્તનથી જ વિચાર મજબૂત બને છે અને આચારમાં પરિણમવા માટે સરળતા રહે છે. એક વિચાર રૂપી બીજનું પુનરાવર્તન થાય, તે તેની અસર ચિરસ્થાયી બને છે, અને એ આચાર રૂપી અંકુરમાં પલટાવે છે–તે આચાર ક્રિયા પછી ધ્યેય પ્રતિ એક્ષમાર્ગ પ્રતિ આત્મા પ્રગતિ કરી શકે છે.
આ સંક્લનમાં જે કાંઈ ક્ષતિ રહી ગઈ હોય તે માટે હાર્દિક ક્ષમા ચાહું છું અને જે આ. ભગવંતે, જે ગણિ પ્રવરે, જે ટ્રસ્ટીસાહેબોએ મને આ કાર્યમાં પ્રોત્સાહિત કર્યો, તે માટે તેઓશ્રીને નમ્રતાપૂર્વક હાર્દિક આભાર માનું છું.
આથી તે મને જીવનમાં ઘણું પ્રાપ્ત થયું છે. કેટલીક મૂંઝવતી બાબતેના જવાબ મળ્યા છે–વિધિવિધાનનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત થયું છેજિનશાસન સાગરમાં રહેલ જ્ઞાનરત્નનું અલ્પાંશ અવેલેકન કરવા ભાગ્યશાળી થયે છું.
ક્ષમાયાચના સાથેપિષ સુદ પૂર્ણિમા, ૨૦૩૮
વિનમ્ર ૧૬, શત્રુંજ્ય સોસાયટી લાલચંદ ખેતશીભાઇ શાહના
. (વણેદ વાળા ) પાલડી અમદાવાદ-૭ , સંવનય વંદના