________________
છે દેશનાને દિવ્ય પ્રકાશ
પ. પૂ. પ્રાતઃસ્મરણીય મહાત્મા, દિવ્યાત્મા, આગમધર, આગમેદ્વારક આચાર્ય ભગવંત શ્રી આનંદસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ એટલે એક અતિ ભવ્ય વિરાટ વિભૂતિ-અને તેઓશ્રીએ જિન આગમસાગરમાં અવગાહન કરી, તેનું સંશોધન કરી, તેને વિશુદ્ધ સુવર્ણ બનાવીને પ્રકાશિત કર્યું અને તે ચિરસ્મરણીય બનીને અનેક ભવ્ય આત્માએને પ્રેરણાના પિયૂષનું સહજ અને સરળ રીતે પાન થાય તે હેતુથી સુરત અને પાલીતાણામાં આરસપહાણ પર આગ કંડારી મૂકાવ્યાં.
તેઓશ્રીએ જીવનભર અથાગ, અકથ્ય પરિશ્રમ સહી, સતત કાર્ય મગ્ન રહી, જૈન સમાજ, જિન શાસન અને જિન આગની સેવાભક્તિ કરી...આવા મહારથી એટલે મેરુ પર્વત અને તેમને વિશે લખનાર કે બોલનાર મારા જેવા અતિ અલ્પતમ શું વિસાતમાં? છતાંય પ. પૂ. પ્રાતઃસ્મરણીય શાંત તપમૂર્તિ આચાર્ય ભગવંત શ્રી દર્શનસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા તેમના અનન્ય આજ્ઞાંકિત સંગઠ્ઠન પ્રેમી ગણિપ્રવર શ્રી નિત્યોદય સાગરજી મહારાજ સાહેબની પ્રેરણાથી ને કૃપાથી શ્રી આગદ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિના ભક્તિસભર શ્રેષ્ઠીવર્યોએ પૂ. શ્રીનાં પ્રવચનનું સંકલન કરવા, યથાયોગ્ય વ્યાકરણીય કે ભાષાકીય શાબ્દિક રીતે વ્યવસ્થિત કરવાની જવાબદારી મને આપી તે માટે તેઓશ્રી દરેકને હાર્દિક આભાર માનું છું. | મારી અતિ-અતિ અલ્પતમ સમજણથી પ. પૂ. શ્રી આગદ્ધારક રૂપી દીપકના પ્રકાશે અહીં તહીં નજીવા સુધારા કરવા પ્રયત્ન કર્યો છે. પરંતુ પ. પૂ. શ્રી આગદ્ધારકનાં પ્રવચનને લેશમાત્ર સૂર ન બદલાય તેની સંપૂર્ણ તકેદારી રાખી છે.