________________
આમુખ શ્રી સિદ્ધચક્ર સાહિત્યપ્રચારક સમિતિ મારફત પ્રસિદ્ધ થતા શ્રી સિદ્ધચક્ર પાક્ષિકમાં આવેલ દેશનાએ પૂજ્ય ગુરુદેવ આગમ દ્વારક આચાર્યદેવ શ્રી આનંદ સાગરસૂરીશ્વરજી મહારાજની છે, તેથી તેમને પરિચય આપે જરૂરી છે. પૂજ્ય ગુરુદેવશ્રીના નામથી જૈન સમાજમાં કઈ ભાગ્યે જ અપરિચિત હશે, જૈન સમાજના પરમ ઉપકારી, શાસનના પરમ પ્રભાવક પૂ. ગુરુદેવશ્રીની ઓળખાણ આપવી એ બાલચેષ્ટા છે, કિન્તુ તક પામીને એ પુણ્યપુરુષનું શાસનના ધુરંધર સૂરિપુંગવનું સ્મરણ થાય, તેમની ભક્તિ થાય એ અનમેદનીય છે, કર્તવ્ય છે. શૈલાના નરેશ-પ્રતિબોધક, સ્વ–પર–શાસ્ત્રરહસ્ય-નિષ્ણાત, જ્ઞાનવૃદ્ધ, પ્રાતઃ સ્મરણીય પૂજ્યપાદ આગમેદ્ધારક આચાર્યદેવશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજાએ જ શ્રી જૈન સમાજના પ્રાણદ્રિક વલ્લભ પૂજ્ય તીર્થને અંગે, સિદ્ધાંતને અંગે જ્યારે જ્યારે તેવા તેવા પ્રસંગે પ્રાપ્ત થયા, ત્યારે ત્યારે લેશ પણ વિશ્રાંતિ વિના કેઈની પણ પરવા વિના તેઓશ્રીએ એકલે હાથે પ્રભુશાસનની અપ્રતિમ સેવાઓ બજાવી. એવી સેવામાં જ જીવનને તન્મય બનાવ્યું. પ્રભુશાસનની વિજયપતાકા જ ફરકાવી. એમ તે તેઓશ્રીની અગણિત સેવાઓ વિદ્યમાન છે. તેઓશ્રીનું જીવન જ સેવાના પ્રતીક સમાન છે. અનેકવિધ સેવાઓમાં આગમ સેવા એ તેઓશ્રીનું પ્રધાનતમ આત્મીય જીવન છે. આગમના વાંચન-સંશોધન–પ્રકાશન આદિથી તે તેઓશ્રી સાક્ષરશિરોમણિ તરીકે સુપ્રસિદ્ધ હતા જ. છે જ. તેઓશ્રી જૈનશાસન ઉપર થતા સ્વ અને પરના આક્રમણોને હરહંમેશ પ્રથમ પ્રતિકાર કરતા હતા. આ રીતે તેમનું આખું જીવન જૈનશાસનની સેવામાં જ વ્યતીત થએલું છે.
વળી પાલીતાણામાં ૨૫૦૦ લગભગ પ્રતિમાઓને અંજનશલાકા મહોત્સવ થએલ. તેમાં ૪૦૦૦૦ માણસોની હાજરી હતી. અને મહામંગલકારી મહત્સવના ૧૩ દિવસમાં પાલીતાણામાં કેઇનું ય મૃત્યુ થયું નહોતું, મસાણ (ઉમશાન) બંધ, આ જ શાસનને મહાન પ્રભાવ! આ બધું બનવું પૂર્વભવની મહાન પુણ્યાઈ હોય તે જ બને. ખરેખર તેઓશ્રીના પુયે જ બન્યું..