________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવનાબેધ વિશેષાર્થ-લક્ષ્મી વીજળી જેવી છે. વીજળીને ઝબકારે જેમ થઈને ઓલવાઈ જાય છે, તેમ લમી આવીને ચાલી જાય છે. અધિકાર પતંગના રંગ જેવો છે. પતંગને રંગ જેમ ચાર દિવસની ચટકી છે, તેમ અધિકાર માત્ર થોડા કાળ રહી હાથમાંથી જતું રહે છે. આયુષ્ય પાણીનાં મેજ જેવું છે. પાણીને હિલોળે આવ્યું કે ગ તેમ જન્મ પામ્યા અને એક દેહમાં રહ્યા કે ન રહ્યા ત્યાં બીજા દેહમાં પડવું પડે છે. કામગ આકાશમાં ઉત્પન્ન થતા ઇંદ્રના ધનુષ્ય જેવા છે. જેમ ઇંદ્રિધનુષ્ય વર્ષાકાળમાં થઈને ક્ષણવારમાં લય થઈ જાય છે, તેમ યૌવનમાં કામના વિકાર ફળીભૂત થઈ જરાવયમાં જતા રહે છે; ટૂંકામાં હે જીવ! આ સઘળી વસ્તુ એને સંબંધ ક્ષણભર છે; એમાં પ્રેમબંધનની સાંકળે બંધાઈને શું રાચવું? તાત્પર્ય એ સઘલાં ચપળ અને વિનાશી છે, તું અખંડ અને અવિનાશી છે, માટે તારા જેવી નિત્ય વસ્તુને પ્રાપ્ત કર!
ભિખારીનો ખેદ દષ્ટાંત –એ અનિત્ય અને સ્વપ્નવત્ સુખ પર એક દષ્ટાંત કહીએ છીએ. એક પામર ભિખારી જંગલમાં ભટકતે હતું, ત્યાં તેને ભૂખ લાગી, એટલે તે બિચારો લથડી ખાતે ખાતે એક નગરમાં એક સામાન્ય મનુષ્યને ઘેર પહોંચે ત્યાં જઈને તેણે અનેક પ્રકારથી આજીજી કરી; તેના કાલાવાલાથી કરુણુદ્ધ થઈ તે ગૃહપતિની સ્ત્રીએ તેને ઘરમાંથી જમતાં વધેલું મિષ્ટાન્ન ભેજન આણું આપ્યું. એવું ભેજન મળવાથી ભિખારી બહુ આનંદ પામતે પામતે
For Private And Personal Use Only