________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોક્ષમાળા
શ્રીમદુના પત્રોમાંથી – મોક્ષમાળા વિષે
મોક્ષમાળા અમે સોળ વરસ અને પાંચ માસની ઉંમરે ત્રણ દિવસમાં રચી હતી. ૬૭મા પાઠ ઉપર શાહી ઢળાઈ જતાં તે પાઠ ફરી લખ પડ્યો હતો, અને તે ઠેકાણે “બહુ પુણ્યકેરા પુંજથી’નું અમૂલ્ય તાત્વિક વિચારનું કાવ્ય મૂકયું હતું.
જેન માર્ગને સમજાવવા તેમાં પ્રયાસ કર્યો છે. જિનેક્ત માર્ગથી કંઈ પણ ન્યૂનાધિક તેમાં કહ્યું નથી. વીતરાગ માર્ગ પર આબાલવૃદ્ધની રુચિ થાય, તેનું સ્વરૂપ સમજાય, તેનું બીજ હૃદયમાં પાય, તેવા હેતુએ બાલાવબોધરૂપ યોજના તેની કરી છે. તે શિલી તથા તે બધાને અનુસરવા પણ એ નમને આપેલ છે. એને પ્રજ્ઞાવધ ભાગ ભિન્ન છે, તે કોઈ કરશે.
એ છપાતાં વિલંબ થયેલ તેથી ગ્રાહકની આકુળતા ટાળવા “ભાવનાબોધ” ત્યાર પછી રચી ઉપહારરૂપે ગ્રાહકોને આપે હતો.
મોક્ષમાળામાં શબ્દાંતર અથવા પ્રસંગવિશેષમાં કઈ વાકયાંતર કરવાની વૃત્તિ થાય તે કરશે.
ઉપઘાતઆદિ લખવાની વૃત્તિ હોય તે લખશે. જીવન ચરિત્રની વૃત્તિ ઉપશાંત કરશે.
ઉપઘાતથી વાંચકને, શ્રેતાને અલ૫ ૯૫ મતાંતરની વૃત્તિ વિસ્મરણ થઈ જ્ઞાની પુરુષના આત્મસ્વભાવરૂપ પરમ
For Private And Personal Use Only