________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૧
મેક્ષમાળા કરી કેવળ સજજ થઈને જ્યારે સિંહાસન પર બેસું છું, ત્યારે મારું રૂપ અને મારે વર્ણ જેવા ગ્ય છે; અત્યારે તે હું ખેળભરી કાયાએ બેઠે છું; જે તે વેળા તમે મારાં રૂપ, વર્ણ જુએ તે અદ્ભુત ચમત્કારને પામે અને ચકિત થઈ જાઓ. દેવેએ કહ્યું, ત્યારે અમે રાજસભામાં આવીશું, એમ કહીને ત્યાંથી ચાલ્યા ગયા.
સનતકુમારે ત્યાર પછી ઉત્તમ વસ્ત્રાલંકાર ધારણ કર્યા. અનેક ઉપચારથી જેમ પોતાની કાયા વિશેષ આશ્ચર્યતા ઉપજાવે તેમ કરીને તે રાજસભામાં આવી સિંહાસન પર બેઠા. આજુબાજુ સમર્થ મંત્રીઓ, સુભટે, વિદ્વાને અને અન્ય સભાસદે યોગ્ય આસને બેસી ગયા છે. રાજેશ્વર ચામર છત્રથી અને ખમા ખમાથી વિશેષ શેભી રહ્યા છે તેમ જ વધાઈ રહ્યા છે. ત્યાં પિલા દેવતાઓ પાછા વિપ્રરૂપે આવ્યા. અદ્દભુત રૂપ વર્ણથી આનંદ પામવાને બદલે જાણે ખેદ પામ્યા છે એવા સ્વરૂપમાં તેઓએ માથું ધુણાવ્યું. ચક્રવતીએ પૂછયું, અહો બ્રાહ્મણે ! ગઈ વેળા કરતાં આ વેળા તમે જુદા રૂપમાં માથું ધુણાવ્યું એનું શું કારણ છે, તે મને કહે. અવધિજ્ઞાનાનુસાર વિપ્રે કહ્યું કે, હે મહારાજા ! તે રૂપમાં અને આ રૂપમાં ભૂમિ આકાશનો ફેર પડી ગયે છે. ચક્રવર્તીએ તે સ્પષ્ટ સમજાવવાને કહ્યું. બ્રાહ્મણોએ કહ્યું: અધિરાજ ! પ્રથમ તમારી કમળ કાયા અમૃત તુલ્ય હતી. આ વેળા ઝેર તુલ્ય છે. જ્યારે અમૃત તુલ્ય અંગ હતું ત્યારે આનંદ પામ્યા અને આ વેળા ઝેર તુલ્ય છે ત્યારે ખેદ પામ્યા. અમે કહીએ છીએ તે વાતની
For Private And Personal Use Only