________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોક્ષમાળા
૨૦૫ માટે થઈને છ પર્યામિ યુક્ત જે દેહ તે આત્મજ્ઞાન સાધ્ય કરી શકે. એ દેહ તે એક માનવદેહ છે. આ સ્થળે પ્રશ્ન ઊઠશે કે માનવદેહ પામેલા અનેક આત્માઓ છે, તો તે સઘળા આત્મજ્ઞાન કાં પામતા નથી? એના ઉત્તરમાં આપણે માની શકીશું કે જેઓ સંપૂર્ણ આત્મજ્ઞાનને પામ્યા છે તેઓનાં પવિત્ર વચનામૃતની તેઓને શ્રુતિ નહિ હોય. શ્રતિ વિના સંસ્કાર નથી. જે સંસ્કાર નથી તે પછી શ્રદ્ધા કયાંથી હોય? અને જ્યાં એ એકે નથી ત્યાં જ્ઞાનપ્રાપ્તિ શાની હોય? એ માટે માનવદેહની સાથે સર્વજ્ઞવચનામૃતની પ્રાપ્તિ અને એની શ્રદ્ધા એ પણ સાધનરૂપ છે. સર્વજ્ઞવચનામૃત અકર્મભૂમિ કે કેવળ અનાર્યભૂમિમાં મળતાં નથી તે પછી માનવદેહ શું ઉપગને? એ માટે થઈને આર્યભૂમિ એ પણ સાધનરૂપ છે, તત્ત્વની શ્રદ્ધા ઉપજવા અને બંધ થવા માટે નિગ્રંથ ગુરુની અવશ્ય છે. દ્રવ્ય કરીને જે કુલ મિથ્યાત્વી છે, તે કુળમાં થયેલે જન્મ પણ આત્મજ્ઞાન પ્રાપ્તિની હાનિરૂપ છે. કારણ ધમમતભેદ એ અતિ દુઃખદાયક છે. પરંપરાથી પૂર્વ જે એ ગ્રહણ કરેલું જે દર્શન તેમાં જ સત્યભાવના બંધાય છે; એથી કરીને પણ આત્મજ્ઞાન અટકે છે. એ માટે ભલું કુળ પણ જરૂરનું છે. એ સઘળાં પ્રાપ્ત કરવા માટે થઈને ભાગ્યશાળી થવું. તેમાં સત્પષ્ય એટલે પુણ્યાનુબંધી પુણ્ય ઈત્યાદિ ઉત્તમ સાધન છે. એ દ્વિતીય સાધન ભેદ કહ્યો.
૩. જે સાધન છે તો તેને અનુકૂળ દેશ, કાળ છે? એ ત્રીજા ભેદને વિચાર કરીએ. ભારતમાં મહાવિદેહ ઈ. કર્મભૂમિ અને તેમાં પણ આર્યભૂમિ એ દેશભાવે અનુકૂળ
For Private And Personal Use Only