________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેક્ષમાળા
૨૯
શિક્ષાપાઠ ૯૫. તત્ત્વાવબોધ, ભાગ ૧૪:–
જેન એ એટલી બધી સૂક્ષ્મ વિચાર સંકળનાથી ભરેલું દર્શન છે કે જેમાં પ્રવેશ કરતાં પણ બહુ વખત જોઈએ. ઉપર ઉપરથી કે કઈ પ્રતિપક્ષીના કહેવાથી અમુક વસ્તુ સંબંધી અભિપ્રાય બાંધવે કે આપ એ વિવેકીનું કર્તવ્ય નથી. એક તળાવ સંપૂર્ણ ભર્યું હોય તેનું જળ ઉપરથી સમાન લાગે છે; પણ જેમ જેમ આગળ ચાલીએ છીએ તેમ તેમ વધારે વધારે ઊંડાપણું આવતું જાય છે; છતાં ઉપર તે જળ સપાટ જ રહે છે, તેમ જગતના સઘળા ધર્મમતે એક તળાવરૂપ છે. તેને ઉપરથી સામાન્ય સપાટી જોઈને સરખા કહી દેવા એ ઉચિત નથી. એમ કહેનારા તત્ત્વને પામેલા પણ નથી. જેનના અકકેકા પવિત્ર સિદ્ધાંત પર વિચાર કરતાં આયુષ્ય પૂર્ણ થાય, તે પણ પાર પામીએ નહીં તેમ રહ્યું છે. બાકીના સઘળા ધર્મ મતેના વિચાર જિનપ્રણીત વચનામૃતસિંધુ આગળ એક બિંદુરૂપ પણ નથી, જેન જેણે જા અને સેવ્યો તે કેવળ નિરાગી અને સર્વજ્ઞ થઈ જાય છે. એના પ્રવર્તકે કેવા પવિત્ર પુરુષો હતા ! એના સિદ્ધાંતે કેવા અખંડ સંપૂર્ણ અને દયામય છે? એમાં દૂષણ કાંઈજ નથી. કેવળ નિર્દોષ તો માત્ર જેનું દર્શન છે. એ એકકે પારમાર્થિક વિષય નથી કે જે જેનમાં નહીં હેય અને એવું એકે તત્ત્વ નથી કે જે જેનમાં નથી. એક વિષયને અનંત ભેદે પરિપૂર્ણ કહેનાર તે જૈનદર્શન છે. પ્રજનભૂતતત્ત્વ એના જેવું ક્યાંય નથી. એક દેહમાં બે આત્મા નથી; તેમ આખી સૃષ્ટિમાં બે જેને એટલે જેનની તુલ્ય એકે
For Private And Personal Use Only