________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૦
મોક્ષમાળા પ્રહ–હમણાં પ્રવર્તે છે તે શાસન કેવું છે? ઉ૦–શ્રમણ ભગવાન મહાવીરનું. પ્ર–મહાવીર પહેલાં જૈનદર્શન હતું? ઉ૦–હા. પ્ર–તે કે ઉત્પન્ન કર્યું હતું? ઉ૦–તે પહેલાંના તીર્થકરેએ.
પ્ર–તેઓના અને મહાવીરના ઉપદેશમાં કંઈ ભિન્નતા ખરી કે ?
ઉ તત્ત્વસ્વરૂપે એક જ. પાત્રને લઈને ઉપદેશ હોવાથી અને કંઈક કાળભેદ હોવાથી સામાન્ય મનુષ્યને ભિન્નતા લાગે ખરી; પરંતુ ન્યાયથી જોતાં એ ભિન્નતા નથી.
પ્ર–એને મુખ્ય ઉપદેશ શું છે?
ઉ૦–આત્માને તારે, આત્માની અનંતશક્તિઓને પ્રકાશ કરે; એને કમરૂપ અનંત દુઃખથી મુક્ત કરે.
પ્ર–એ માટે તેઓએ કયાં સાધને દર્શાવ્યાં છે?
ઉ૦–વ્યવહારનયથી સદેવ, સધર્મ અને સત્યુનું સ્વરૂપ જાણવું; સદૈવના ગુણગ્રામ કરવા; ત્રિવિધ ધર્મ આચર અને નિર્ગથ ગુરુથી ધર્મની ગમ્યતા પામવી.
પ્ર—ત્રિવિધ ધર્મ કર્યો ? - ઉ૦–સમ્યજ્ઞાનરૂપ, સમ્યગ્દર્શનરૂપ અને સભ્યશ્નચારિત્રરૂપ.
For Private And Personal Use Only