________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેક્ષમાળા
૨૩૩ આખા જગના વિચારે જેણે સર્વ ભેદે કહ્યા છે, તેવા પુરુષનાં પવિત્ર દર્શનને નાસ્તિક કહેનારા કઈ ગતિને પામશે એ વિચારતાં દયા આવે છે ”
શિક્ષાપાઠ ૯૮. તવાવબેધ, ભાગ ૧૭:–
જે ન્યાયથી જય મેળવી શકતું નથી તે પછી ગાળે ભાડે છે. તેમ પવિત્ર જૈનના અખંડ તત્ત્વસિદ્ધાંતે શંકરાચાર્ય, દયાનંદ સંન્યાસી વગેરે જ્યારે તેની ન શક્યા ત્યારે પછી
જેન નાસ્તિક હૈ, સે ચાર્વાકમૅસે ઉત્પન્ન હુઆ હૈ” એમ કહેવા માંડયું, પણ એ સ્થળે કઈ પ્રશ્ન કરે, કે મહારાજ! એ વિવેચન તમે પછી કરે. એવા શબ્દો કહેવામાં કંઈ વખત, વિવેક કે જ્ઞાન જોઈતું નથી; પણ આનો ઉત્તર આપે કે જૈન વેદથી કઈ વસ્તુમાં ઊતરતે છે; એનું જ્ઞાન, એને બોધ, એનું રહસ્ય, અને એનું સશીલ કેવું છે તે એકવાર કહો! આપના વેદવિચારે કઈ બાબતમાં જેનથી ચઢે છે? આમ જ્યારે મર્મસ્થાન પર આવે ત્યારે મૌનતા સિવાય તેઓ પાસે બીજું કંઈ સાધન રહે નહીં. જે પુરુષોનાં વચનામૃત અને ચેગબળથી આ સૃષ્ટિમાં સત્ય, દયા, તત્વજ્ઞાન અને મહાશીલ ઉદય પામે છે, તે પુરુષ કરતાં જે પુરુષ શૃંગારમાં રાચ્યા પડ્યા છે, સામાન્ય તત્ત્વજ્ઞાનને પણ નથી જાણતા, જેને આચાર પણ પૂર્ણ નથી તેને ચઢતા કહેવા, પરમેશ્વરને નામે સ્થાપવા અને સત્યસ્વરૂપની અવર્ણ ભાષા બેલવી, પરમાત્મસ્વરૂપ પામેલાને નાસ્તિક કહેવા, એ એમની કેટલી બધી કર્મની બહાળતાનું સૂચવન કરે છે ! પરંતુ જગત્ મેહાંધ
For Private And Personal Use Only