________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૮
મોક્ષમાળા પામેલા પુરુષને માટે નથી, પરંતુ સર્વને માટે છે, તેમ આ પણ નિઃશંક માનજે કે હું જે કહું છું તે અપક્ષપાત અને પરમાર્થ બુદ્ધિથી કહું છું.
તમને જે ધર્મતત્વ કહેવાનું છે, તે પક્ષપાત કે સ્વાર્થબુદ્ધિથી કહેવાનું મને કંઈ પ્રયજન નથી. પક્ષપાત કે સ્વાર્થથી હું તમને અધર્મતત્વ બધી અધોગતિને શા માટે સાધું? વારંવાર હું તમને નિગ્રંથનાં વચનામૃતે માટે કહું છું, તેનું કારણ તે વચનામૃત તત્ત્વમાં પરિપૂર્ણ છે, તે છે. જિનેશ્વરને એવું કઈ પણ કારણ નહોતું કે જે નિમિત્તે તેઓ મૃષા કે પક્ષપાતી બધે; તેમ એ અજ્ઞાની ન હતા, કે એથી મૃષા બધાઈ જવાય. આશંકા કરશે કે એ અજ્ઞાની નહોતા એ શા ઉપરથી જણાય? તે તેના ઉત્તરમાં એઓના પવિત્ર સિદ્ધાંતોના રહસ્યને મનન કરવાનું કહું છું, અને એમ જે કરશે તે તો પુનઃ આશંકા લેશ પણ નહીં કરે. જેનમતપ્રવર્ત કેએ મને કંઈ ભૂરશી દક્ષણા આપી નથી; તેમ એ મારા કંઈ કુટુંબ પરિવારી પણ નથી. કે એ માટે પક્ષપાતે હું કંઈપણ તમને કહું. તેમજ અન્ય મત પ્રવર્તકે પ્રતિ મારે કંઈ વરબુદ્ધિ નથી કે મિથ્યા એનું ખંડન કરું. બનેમાં હું તે મંદમતિ મધ્યસ્થરૂપ છું. બહુ બહુ મનનથી અને મારી મતિ જ્યાંસુધી પહોંચી ત્યાં સુધીના વિચારથી હું વિનયથી એમ કહું છું, કે પ્રિય ભ! જેન જેવું એકે પૂર્ણ અને પવિત્ર દર્શન નથી; વીતરાગ જે એકે દેવ નથી, તરીને અનંત દુઃખથી પાર પામવું હોય તે એ સર્વજ્ઞ દર્શનરૂપ કલ્પવૃક્ષને સે.
For Private And Personal Use Only