________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૮
મોક્ષમાળા મલકાવત્ જાણું દેખી શકાય છે. એટલા માટે થઈને જાણવારૂપ પદાર્થ તે જીવ અને અજીવ છે. એ જાણવારૂપ મુખ્ય બે શ્રેણિએ કહેવાઈ
શિક્ષાપાઠ. ૮૦. જ્ઞાનસંબંધી બે બેલ, ભાગ ૪:–
૪. એના ઉપભેદ સંક્ષેપમાં કહું છું. જીવ એ ચૈતન્ય લક્ષણે એકરૂપ છે. દેહસ્વરૂપ અને દ્રવ્યસ્વરૂપે અનંતાનંત છે. દેહ સ્વરૂપે તેના ઈન્દ્રિયાદિક જાણવા રૂપ છે. તેની સંસર્ગ રિદ્ધિ જાણવારૂપ છે. તેમજ “અજીવ” તેને રૂપી અરૂપી પગલ, આકાશાદિક વિચિત્ર ભાવ, કાળચક ઈવે જાણવારૂપ છે. જીવાજીવ જાણવાની પ્રકારતરે સર્વજ્ઞ સર્વદર્શીએ નવ શ્રેણિરૂપ નવતત્વ કહ્યાં છે.
જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ, મેક્ષ. એમાંના કેટલાંક ગ્રાહ્યરૂપ, કેટલાંક જાણવારૂપ, કેટલાંક ત્યાગવારૂપ છે. સઘળાં એ તો જાણવારૂપ તો છે જ.
૫. જાણવાનાં સાધનઃ સામાન્ય વિચારમાં એ સાધને જે કે જાણ્યાં છે, તે પણ વિશેષ કંઈક જાણીએ. ભગવાનની આજ્ઞા અને તેનું શુદ્ધ સ્વરૂપ યથાતથ્ય જાણવું. સ્વયં કેઈક જ જાણે છે. નહીં તે નિગ્રંથ જ્ઞાની ગુરુ જણાવી શકે. નિરાગી જ્ઞાતા સર્વોત્તમ છે. એટલા માટે શ્રદ્ધાનું બીજ રેપનાર કે તેને પિષનાર ગુરુ એ સાધનરૂપ છે; એ સાધનાદિકને માટે સંસારની નિવૃત્તિ એટલે શમ, દમ, બ્રહ્મચર્યાદિક અન્ય સાધને છે. એ સાધને પ્રાપ્ત કરવાની વાટ કહીએ તો પણ ચાલે.
For Private And Personal Use Only