________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોક્ષમાળા
૨૧૯
ઉત્તરમાં તેઓએ કહ્યું કે આ ઉપરથી મને એમ તે નિઃશંકતા છે કે જેન અભુત દર્શન છે. શ્રેણિપૂર્વક તમે મને કેટલાક નવતત્વના ભાગ કહી બતાવ્યા એથી હું એમ બેધડક કહી શકું છું કે મહાવીર ગુપ્તભેદને પામેલા પુરુષ હતા. એમ સહજસાજ વાત કરીને “ ઉપન્નવા.” “વિઘનેવા,” ધુવા,” એ લબ્ધિવાકય મને તેઓએ કહ્યું. તે કહી બતાવ્યા પછી તેઓએ એમ જણાવ્યું કે આ શબ્દના સામાન્ય અર્થમાં તે કઈ ચમત્કૃતિ દેખાતી નથી; ઊપજવું, નાશ થવું અને અચળતા, એમ એ ત્રણે શબ્દોને અર્થ છે. પરંતુ શ્રીમાન ગણધરીએ તો એમ દર્શિત કર્યું છે કે એ વચને ગુરુમુખથી શ્રવણ કરતાં આગળના ભાવિક શિષ્યોને દ્વાદશાંગીનું આશયભરિત જ્ઞાન થતું હતું. એ માટે મેં કંઈક વિચારો પોંચાડી જોયા છતાં મને તે એમ લાગ્યું કે એ બનવું અસંભવિત છે, કારણ અતિ અતિ સૂક્ષ્મ માનેલું સૈદ્ધાં. તિક જ્ઞાન એમાં કયાંથી સમાય? એ સંબંધી તમે કંઈ લક્ષ પહોંચાડી શકશે?
એ તે એમ જ શબ્દને
મુખથી
દ્વારા
શિક્ષાપાઠ ૮૮. તવાવબોધ ભાગ ૭:–
ઉત્તરમાં મેં કહ્યું કે આ કાળમાં ત્રણ મહાજ્ઞાન પરંપરાસ્નાયથી ભારતમાં જોવામાં આવતાં નથી, તેમ છતાં હું કંઈ સર્વજ્ઞ કે મહાપ્રજ્ઞાવંત નથી; છતાં મારું જેટલું સામાન્ય લક્ષ પહોંચે તેટલું પહોંચાડી કંઈ સમાધાન કરી શકીશ, એમ મને સંભવ રહે છે. ત્યારે તેણે કહ્યું, જે તેમ સંભવ
For Private And Personal Use Only