________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેક્ષમાળા.
૨૧૭ શિક્ષાપાઠ ૮૬. તવાવબેધ, ભાગ ૫:–
એક વાર એક સમર્થ વિદ્વાનથી નિગ્રંથપ્રવચનની સમસ્કૃતિ સંબંધી વાતચીત થઈ તેના સંબંધમાં તે વિદ્વાને જણાવ્યું કે આટલું હું માન્ય રાખું છું કે મહાવીર એ એક સમર્થ તત્ત્વજ્ઞાની પુરૂષ હતા; એમણે જે બોધ કર્યો છે, તે ઝીલી લઈ પ્રજ્ઞાવંત પુરૂષએ અંગ, ઉપાંગની ચેજના કરી છે; તેના જે વિચારો છે તે ચમત્કૃતિ ભરેલા છે; પરંતુ એ ઉપરથી આખી સૃષ્ટિનું જ્ઞાન એમાં રહ્યું છે એમ હું કહી ન શકું. એમ છતાં જો તમે કંઈ એ સંબંધી પ્રમાણુ આપતા હે તે હું એ વાતની કઈ શ્રદ્ધા લાવી શકું. એના ઉત્તરમાં મેં એમ કહ્યું કે હું કંઈ જેન વચનામૃતને યથાર્થ તે શું પણ વિશેષ ભેદે કરીને પણ જાણ નથી; પણ જે સામાન્ય ભાવે જાણું છું એથી પણ પ્રમાણ આપી શકું ખરે. પછી નવતત્ત્વવિજ્ઞાન સંબંધી વાતચીત નીકળી મેં કહ્યું એમાં આખી સૃષ્ટિનું જ્ઞાન આવી જાય છે; પરંતુ યથાર્થ સમજવાની શક્તિ જોઈ એ. પછી તેઓએ એ કથનનું પ્રમાણ માગ્યું, ત્યારે આઠ કમ મેં કહી બતાવ્યાં તેની સાથે એમ સૂચવ્યું કે એ સિવાય એનાથી ભિન્નભાવ દર્શાવે એવું નવમું કર્મ શોધી આપે. પાપની અને પુણ્યની પ્રકૃતિઓ કહીને કહ્યું આ સિવાય એક પણ વધારે પ્રકૃતિ શોધી આપે. એમ કહેતાં કહેતાં અનુક્રમે વાત લીધી. પ્રથમ જીવના ભેદ કહી પૂછ્યું એમાં કંઈ ન્યૂનાધિક કહેવા માગે છે ? આજીવન દ્રવ્યને ભેદ કહી પૂછ્યું કંઈ વિશેષતા કહે? એમ નવતત્વ સંબંધી વાતચીત થઈ ત્યારે તેઓએ થોડીવાર વિચાર કરીને
For Private And Personal Use Only