________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોક્ષમાળા
૨૧પ શ્રમણોપાસક છે. એમાંથી હું ધારું છું કે નવતત્વને પઠનરૂપે બે હજાર પુરુષે પણ માંડ જાણતા હશે, મનન અને વિચારપૂર્વક તે આંગળીને ટેરવે ગણી શકીએ તેટલા પુરુષે પણ નહીં હશે. જ્યારે આવી પતિત સ્થિતિ તત્ત્વજ્ઞાન સંબંધી થઈ ગઈ છે ત્યારે જ મતમતાંતર વધી પડયા છે. એક લૌકિક કથન છે કે “સો શાણે એક મત” તેમ અનેક તત્ત્વવિચારક પુરુષના મતમાં ભિન્નતા બહુધા આવતી નથી.
એ નવતત્વ વિચાર સંબંધી પ્રત્યેક મુનિઓને મારી વિજ્ઞપ્તિ છે કે વિવેક અને ગુરુગમતાથી એનું જ્ઞાન વિશેષ વૃદ્ધિમાન કરવું. એથી તેઓનાં પવિત્ર પંચ મહાવ્રત દૃઢ થશે; જિનેશ્વરનાં વચનામૃતના અનુપમ આનંદની પ્રસાદી મળશે; મુનિવઆચાર પાળવામાં સરળ થઈ પડશે; જ્ઞાન અને ક્રિયા વિશુદ્ધ રહેવાથી સમ્યક્ત્વને ઉદય થશે પરિણામે ભવાંત થઈ જશે.
શિક્ષાપાઠ ૮૫. તત્ત્વાવબોધ, ભાગ ૪ –
જે જે શ્રમણોપાસક નવતત્ત્વ પઠનરૂપે પણ જાણતા નથી તેઓએ અવશ્ય જાણવાં. જાણ્યા પછી બહુ મનન કરવાં. સમજાય તેટલા ગંભીર આશય ગુરુગમ્યતાથી સભાવે કરીને સમજવા. આત્મજ્ઞાન એથી ઉજવળતા પામશે; અને યમનિયમાદિકનું બહુ પાલન થશે.
નવતત્વ એટલે તેનું એક સામાન્ય ગૂંથનયુક્ત પુસ્તક હોય તે નહીં, પરંતુ જે જે સ્થળે જે જે વિચારે જ્ઞાનીઓએ
For Private And Personal Use Only