Book Title: Bhavna Bodh Mokshmala
Author(s): Shrimad Rajchandra, 
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 241
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેક્ષમાળા ૨૨૫ પવિત્ર લખ્યિરૂપે જ્યારે આવે ત્યારે દ્વાદશાંગી જ્ઞાન શા માટે ન થાય? જગત એમ કહેતાં જેમ મનુષ્ય એક ઘર, એક વાસ, એક ગામ, એક શહેર, એક દેશ, એક ખંડ, એક પૃથ્વી એ સઘળું મૂકી દઈ અસંખ્યાત દ્વીપ સમુદ્રયુક્તાદિકથી ભરપૂર વસ્તુ એકદમ કેમ સમજી જાય છે? એનું કારણ માત્ર એટલું જ કે તે એ શબ્દની બહોળતાને સમક્યું છે. કિંવા લક્ષની અમુક બહળતાને સમન્યું છે, જેથી જગત એમ કહેતાં એવડો માટે મર્મ સમજી શકે છે; તેમજ ઋજુ અને સરળ સત્પાત્ર શિષ્ય નિર્ગથ ગુરુથી એ ત્રણ શબ્દોની ગમ્યતા લઈદ્વાદશાંગી જ્ઞાન પામતા હતા. અને તે લબ્ધિ અલ્પજ્ઞતાથી વિવેકે જોતાં કલેશરૂપ પણ નથી. શિક્ષાપાઠ ૯૨. તત્ત્વાવબોધ, ભાગ ૧૧:-- એમજ નવતત્વસંબંધી છે. જે મધ્યવયના ક્ષત્રિયપુત્ર જગત અનાદિ છે, એમ બેધડક કહી કર્તાને ઉડાડ્યો હશે, તે પુરુષે શું કંઈ સર્વજ્ઞતાના ગુપ્ત ભેદ વિના કર્યું હશે ? તેમ એની નિર્દોષતા વિષે જ્યારે આપ વાંચશે ત્યારે નિશ્ચય એવો વિચાર કરશે કે એ પરમેશ્વર હતા. કર્તા નહેતે અને જગત અનાદિ હતું તે તેમ કહ્યું, એના અપક્ષપાતી અને કેવળ તત્ત્વમય વિચારે આપે અવશ્ય વિધવા યોગ્ય છે. જૈન દર્શનના અવર્ણવાદીઓ માત્ર જૈનને નથી જાણતા મે. ૧૫ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261