________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૬,
મેાક્ષમાળા
પ્રણીત કર્યા છે, તે તે વિચારા નવતત્ત્વમાંના અમુક એક એ કે વિશેષ તત્ત્વના હેાય છે. કેવળીભગવાને એ શ્રેણિઓથી સકળ જગમંડળ દર્શાવી દીધું છે; એથી જેમ જેમ નયાદિ ભેદથી એ તત્ત્વજ્ઞાન મળશે તેમ તેમ અપૂર્વ આન ંદ અને નિળતાની પ્રાપ્તિ થશે; માત્ર વિવેક, ગુરુગમ્યતા અને અપ્રમાદ જોઈએ. એ નવતત્ત્વજ્ઞાન મને બહુ પ્રિય છે. એના રસાનુભવીએ પણ મને સદૈવ પ્રિય છે.
કાળભેદે કરીને આ વખતે માત્ર તિ અને શ્રુત એ એ જ્ઞાન ભરતક્ષેત્રે વિદ્યમાન છે; બાકીનાં ત્રણ જ્ઞાન પરંપરાસ્નાયથી જોવામાં આવતાં નથી; છતાં જેમ જેમ પૂર્ણ શ્રદ્ધાભાવથી એ નવતત્ત્વજ્ઞાનના વિચારેની ગુફામાં ઉતરાય છે, તેમ તેમ તેના અંદર અદ્ભુત આત્મપ્રકાશ, આનંદ, સમ તત્ત્વજ્ઞાનની સ્ફુરણા, ઉત્તમ વિનાદ અને ગંભીર ચળકાટ દિંગ કરી દઈ, શુદ્ધ સમ્યજ્ઞાનને તે વિચારા બહુ ઉદય કરે છે. સ્યાદ્વાદવચનામૃતના અનંત સુંદર આશય સમજવાની પરંપરાગત શક્તિ આ કાળમાં આ ક્ષેત્રથી વિચ્છેદ્ર ગયેલી છતાં તે પરત્વે જે જે સુંદર આશયા સમજાય છે તે તે આશયે અતિ અતિ ગંભીર તત્ત્વથી ભરેલા છે. પુનઃ પુનઃ તે આશયે મનન કરતાં ચાર્વાકમતિના ચંચળ મનુષ્યને પણ સદ્ધમ માં સ્થિર કરી દે તેવા છે. સંક્ષેપમાં સર્વ પ્રકારની સિદ્ધિ, પવિત્રતા, મહાશીલ, નિળ ઊંડા અને ગંભીર વિચાર, સ્વચ્છ વૈરાગ્યની ભેટ એ તત્ત્વજ્ઞાનથી મળે છે.
For Private And Personal Use Only