________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેક્ષમાળા છે. જિજ્ઞાસુ ભવ્ય ! તમે સઘળા આ કાળે ભારતમાં છે; માટે ભારતદેશ અનુકૂળ છે. કાળભાવ પ્રમાણે મતિ અને શ્રુત પ્રાપ્ત કરી શકાય એટલી અનુકૂળતા છે; કારણ, આ દુષમ પંચમકાળમાં પરમ્પરાસ્નાયથી પરમાવધિ, મન:પર્યય અને કેવળ એ પવિત્રજ્ઞાન જેવામાં આવતાં નથી. એટલે કાળની પરિપૂર્ણ અનુકૂળતા નથી.
૪. દેશકાળાદિ જે અનુકૂળ છે તે કયાં સુધી છે? એને ઉત્તર કે શેષ રહેલું સિદ્ધાંતિક મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, સામાન્ય મતથી કાળભાવે એકવીશ હજાર વર્ષ સુધી રહેવાનું. તેમાંથી અઢી સહસ્ત્ર ગયાં, બાકી સાડા અઢાર હજાર વર્ષ રહ્યાં; એટલે પંચમ કાળની પૂર્ણતા સુધી કાળની અનુકૂળતા છે. દેશકાળ તે લઈને અનુકૂળ છે.
શિક્ષાપાઠ ૭૯. જ્ઞાનસંબંધી બે બેલ, ભાગ ૩:
હવે વિશેષ વિચાર કરીએ –
૧. આવશ્યકતા શી ? એ મહદ્ વિચારનું આવર્તન પુનઃ વિશેષતાથી કરીએ. મુખ્ય અવશ્ય સ્વસ્વરૂપસ્થિતિની શ્રેણિએ ચઢવું એ છે. જેથી અનંત દુઃખને નાશ થાય. દુ:ખના નાશથી આત્માનું એયિક સુખ છે; અને સુખ નિરંતર આત્માને પ્રિય જ છે; પણ જે સ્વસ્વરૂપિક સુખ છે તે. દેશ, કાળ, ભાવને લઈને શ્રદ્ધા, જ્ઞાન ઈ ઉત્પન્ન કરવાની આવશ્યકતા છે. સમ્યફભાવ સહિત ઉચ્ચગતિ, ત્યાંથી મહાવિદેહમાં માનવદેહે જન્મ, ત્યાં સમ્યકૃભાવની પુનઃ ઉન્નતિ, તત્વજ્ઞાનની
For Private And Personal Use Only