________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેક્ષમાળા
- ૨૦૩ નિર્જરા અને આત્મપ્રકાશરૂપ પછી તે વૃક્ષ ફળ આપશે.
શ્રવણ, મનન અને નિદિધ્યાસનના પ્રકારે વેદાંતવાદીઓએ બતાવ્યા છે, પણ જેવા આ ધર્મધ્યાનના પૃથક્ પૃથક્ ળ ભેદ કહ્યા છે તેવા તત્વપૂર્વક ભેદ કેઈ સ્થળે નથી, એ અપૂર્વ છે. એમાંથી શાસ્ત્રને શ્રવણ કરવાને, મનન કરવાને, વિચારવાને, અન્યને બંધ કરવાને, શંકા, કંખા ટાળવાને, ધર્મકથા કરવાને, એકત્વ વિચારવાનો, અનિત્યતા વિચારવાને, અશર ણતા વિચારવાને, વૈરાગ્ય પામવાને, સંસારનાં અનંત દુઃખ મનન કરવાનો અને વીતરાગ ભગવંતની આજ્ઞાવડે કરીને આખા કાલેકના વિચાર કરવાનો અપૂર્વ ઉત્સાહ મળે છે. ભેદે ભેદે કરીને એના પાછા અનેક ભાવ સમજાવ્યા છે.
એમાંના કેટલાક ભાવ સમજવાથી તપ, શાંતિ, ક્ષમા, દયા, વૈરાગ્ય અને જ્ઞાનને બહુ બહુ ઉદય થશે.
• તમે કદાપિ એ સેળ ભેદનું પઠન કરી ગયા હશે તે પણ ફરી ફરી તેનું પરાવર્તન કરજે.
શિક્ષાપાઠ ૭૭. જ્ઞાનસંબંધી બે બેલ, ભાગ ૧:–
જે વડે વસ્તુનું સ્વરૂપ જાણીએ તે જ્ઞાન. જ્ઞાન શબ્દને આ અર્થ છે. હવે યથામતિ વિચારવાનું છે કે એ જ્ઞાનની કંઈ આવશ્યકતા છે? જે આવશ્યકતા છે તે તે પ્રાપ્તિનાં કંઈ સાધન છે? જે સાધન છે તો તેને અનુકૂળ, દેશ, કાળ, ભાવ છે? જે દેશકાળાદિક અનુકૂળ છે તો કયાંસુધી અનુકૂળ છે ? વિશેષ વિચારમાં એ જ્ઞાનના ભેદ કેટલા છે? જાણવારૂપ છે
For Private And Personal Use Only