________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોક્ષમાળા
૨૦૧ નવાં કર્મ ન બાંધીએ; તે માટે અજ્ઞાનાદિક આસવમાર્ગ છાંડીને જ્ઞાનાદિક સંવર માગ ગ્રહણ કરવા માટે તીર્થકર ભગવંતને ઉપદેશ સાંભળવાની રુચિ ઊપજે તેને ઉપદેશરુચિ કહીએ. એ ધર્મધ્યાનનાં ચાર લક્ષણ કહેવાયાં.
ધર્મધ્યાનનાં ચાર આલંબન કહું છું. ૧ વાંચના, ૨ પૂછના, ૩ પરાવર્તાના, ૪ ધર્મકથા. ૧ વાંચના એટલે વિનય સહિત નિર્જરા તથા જ્ઞાન પામવાને માટે સૂત્ર સિદ્ધાંતના મર્મના જાણનાર ગુરુ કે પુરુષ સમીપે સૂત્ર તત્વનું વાંચન લઈએ તેનું નામ વાંચનાલંબન, ૨ પૃછના–અપૂર્વ જ્ઞાન પામવા માટે, જિનેશ્વર ભગવંતને માર્ગ દીપાવવાને તથા શંકાશલ્ય નિવારવાને માટે તેમજ અન્યના તત્વની મધ્યસ્થ પરીક્ષાને માટે યથાયોગ્ય વિનય સહિત ગુર્નાદિકને પ્રશ્ન પૂછીએ તેને પૃચ્છના કહીએ. ૩ પરાવર્તના--પૂર્વે જિનભાષિત સૂત્રાર્થ જે ભણ્યા હોઈએ તે સ્મરણમાં રહેવા માટે, નિજાને અર્થે શુદ્ધ ઉપયોગ સહિત શુદ્ધ સૂત્રાર્થની વારંવાર સઝઝાય કરીએ તેનું નામ પરાવર્તનાલંબન. ૪ ધર્મકથા–વીતરાગ ભગવાને જે ભાવ જેવા પ્રણેત કર્યા છે તે ભાવ તેવા લઈને, ઝહીને, વિશેષ કરીને નિશ્ચય કરીને, શંકા, કંખા અને વિતિગિચ્છા રહિતપણે, પિતાની નિજારાને અર્થે સભામળે તે ભાવ તેવા પ્રત કરીએ તેને ધર્મકથાલંબન કહીએ. જેથી સાંભળનાર, સદહનાર બને ભગવંતની આજ્ઞાના આરાધક થાય. એ ધર્મ ધ્યાનના ચાર આલંબન કહેવાયાં. ધર્મધ્યાનની ચાર અનુપ્રેક્ષા કહું છું. ૧ એકવાનુપ્રેક્ષા, અનિત્યાનુપ્રેક્ષા, ૩ અશરણાનુપ્રેક્ષા,
For Private And Personal Use Only