________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૦
મોક્ષમાળા ભેદ વિચારી સમ્યક્ત્વ સહિત શ્રત અને ચારિત્ર ધર્મની આરાધના કરવી. જેથી એ અનંત જન્મ મરણ ટળે. એ ધર્મધ્યાનના ચાર ભેદ સ્મરણમાં રાખવા.
શિક્ષાપાઠ ૭૫. ધર્મધ્યાન, ભાગ ૨ ––
ધર્મધ્યાનનાં ચાર લક્ષણ કહું છું. ૧ આજ્ઞારુચિ–એટલે વીતરાગ ભગવાનની આજ્ઞા અંગીકાર કરવાની રુચિ ઉપજે તે. ૨. નિસર્ગરુચિ–આત્મા સ્વાભાવિકપણે જાતિસ્મરણાદિક જ્ઞાને કરી શ્રુત સહિત ચારિત્ર ધર્મ ધરવાની રુચિ પામે તેને નિસર્ગચિ કહી છે. ૩ સૂત્રરુચિ-–શ્રુતજ્ઞાન અને અનંત તત્વના ભેદને માટે ભાખેલાં ભગવાનના પવિત્ર વચનનું જેમાં ગૂંથન થયું છે તે સૂત્ર શ્રવણ કરવા, મનન કરવા અને ભાવથી પઠન કરવાની રુચિ ઉપજે તે સૂત્રરુચિ. ૪ ઉપદેશરુચિ– અજ્ઞાને કરીને ઉપાજેલાં કર્મ જ્ઞાન કરીને ખપાવીએ, તેમજ જ્ઞાનવડે કરીને નવાં કર્મ ન બાંધીએ; મિથ્યાત્વે કરીને ઉપાસ્ય કર્મ તે સમ્યભાવથી ખપાવીએ, સમ્યભાવથી નવાં કમ ન બાંધીએ; અવૈરાગ્યે કરીને ઉપાજ્ય કર્મ તે વૈરાગ્યે કરીને ખપાવીએ અને વૈરાગ્યવડે કરીને પાછાં નવાં કર્મ ન બાંધીએ; કષાયે કરી ઉપાજ્ય કર્મ તે કષાય ટાળીને ખપાવીએ, ક્ષમાદિથી નવાં કમ ન બાંધીએ; અશુભ યોગે કરી ઉપાજ્ય કર્મ તે શુભ યોગે કરી ખપાવીએ, શુભ યોગે કરી નવાં કર્મ ન બાંધીએ; પાંચ ઈદ્રિયના સ્વાદરૂપ આસવે કરી ઉપાર્યો કર્મ તે સંવરે કરી ખપાવીએ; તારૂપ સંવરે કરી
For Private And Personal Use Only