________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૮
મેક્ષમાળા ભીલનું દષ્ટાંત, સમજાવવા રૂપે ભાષાભેદે ફેરફારથી તમને કહી બતાવ્યું.
શિક્ષાપઠ ૭૪. ધર્મધ્યાન, ભાગ ૧ --
ભગવાને ચાર પ્રકારનાં ધ્યાન કહ્યાં છે. આd, રૌદ્ર, ધર્મ અને શુકલ. પહેલાં બે ધ્યાન ત્યાગવા યોગ્ય છે. પાછળનાં બે ધ્યાન આત્મસાર્થકરૂપ છે. શ્રુતજ્ઞાનના ભેદ જાણવા માટે, શાસ્ત્રવિચારમાં કુશળ થવા માટે, નિગ્રંથ-પ્રવચનનું તત્ત્વ પામવા માટે, પુરુષોએ સેવવા ગ્ય, વિચારવા ગ્ય અને પ્રહણ કરવા ચોગ્ય ધર્મધ્યાનના મુખ્ય સેળ ભેદ છે. પહેલા ચાર ભેદ કહું છું. હું માનrfast (આજ્ઞાવિય), ૨ ગાવાથવિઝા ( અપાયરિચય), ૩ વિવાવિનર (વિપાકવિચય), ૪ નંદાવાદ (સંસ્થાનવિચય). ૧ આજ્ઞાવિચય–આજ્ઞા એટલે સર્વજ્ઞ ભગવંતે ધર્મતત્ત્વ સંબંધી જે જે કહ્યું છે તે તે સત્ય છે; એમાં શંકા કરવા જેવું નથી; કાળની હીનતાથી, ઉત્તમ જ્ઞાનના વિચ્છેદ જવાથી, બુદ્ધિની મંદતાથી કે એવા અન્ય કોઈ કારણથી મારા સમજવામાં તે તત્ત્વ આવતું નથી. પરંતુ અહંત ભગવંતે અંશ માત્ર પણ માયાયુક્ત કે અસત્ય કહ્યું નથી જ કારણ એઓ નિરાગી, ત્યાગી, અને નિસ્પૃહી હતા. મૃષા કહેવાનું કંઈ કારણ એમને હતું નહીં, તેમ એ સર્વજ્ઞ, સર્વદશી હોવાથી અજ્ઞાનથી પણ મૃષા કહે નહીં. જ્યાં અજ્ઞાન જ નથી, ત્યાં એ સંબંધી મૃષા ક્યાંથી હોય? એવું જે ચિતન કરવું તે “આજ્ઞાવિચય” નામે પ્રથમ ભેદ છે. ર અપાયવિચયરાગ,
For Private And Personal Use Only