________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૬
મોક્ષમાળા એક જંગલમાં એક ભદ્રિક ભીલ તેનાં બાળબચ્ચાં સહિત રહેતું હતું. શહેર વગેરેની સમૃદ્ધિની ઉપાધિનું તેને લેશ ભાન પણ નહોતું. એક દિવસે કેઈ રાજા અશ્વકીડા માટે ફરતો ફરતે ત્યાં નીકળી આવ્યું તેને બહુ તૃષા લાગી હતી; જેથી કરીને સાનવડે ભીલ આગળ પાણી માગ્યું. ભીલે પાણી આવ્યું, શીતળ જળથી રાજા સંતોષાયે. પોતાને ભીલ તરફથી મળેલા અમૂલ્ય જળદાનનો પ્રત્યુપકાર કરવા માટે થઈને ભીલને સમજાવીને સાથે લીધે. નગરમાં આવ્યા પછી ભલે જીંદગીમાં નહીં જોયેલી વસ્તુમાં તેને રાખ્યો. સુંદર મહેલમાં, કને અનેક અનુચરે, મનહર છત્રપલંગ અને સ્વાદિષ્ટ ભેજનથી મંદમંદ પવનમાં, સુગંધી વિલેપનમાં તેને આનંદ આનંદ કરી આપે. વિવિધ જાતિનાં હીરામાણેક, મૌક્તિક, મણિરત્ન અને રંગ બેરંગી અમૂલ્ય ચીજે નિરંતર તે ભીલને જોવા માટે મોકલ્યા કરે; બાગબગીચામાં ફરવા હરવા મેકલે. એમ રાજા તેને સુખ આપ્યા કરતો હતો. કેઈ રાત્રે બધાં સૂઈ રહ્યાં હતાં ત્યારે તે ભીલને બાળબચ્ચાં સાંભરી આવ્યા એટલે તે ત્યાંથી કંઈ લીધા કર્યા વગર એકાએક નીકળી પડયો. જઈને પિતાનાં કુટુંબને મો. તે બધાંયે મળીને પૂછયું કે તું ક્યાં હતો? ભલે કહ્યું, બહુ સુખમાં. ત્યાં મેં બહુ વખાણવા લાયક વસ્તુઓ જોઈ
કુટુંબીઓ–પણ તે કેવી ? તે તે અમને કહે. ભીલ–શું કહું, અહીં એવી એકકે વસ્તુ જ નથી.
કુટુંબીઓ—એમ હોય કે? આ શંખલા, છીપ, કડાં કેવાં મજાના પડયાં છે, ત્યાં કઈ એવી જોવા લાયક વસ્તુ હતી?
ભીલ–નહીં, નહીં ભાઈ, એવી ચીજ તે અહીં એકકે
For Private And Personal Use Only