________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૦
મોક્ષમાળા
નહિ. ત્યાં વળી ઈછા ફરી. દશ હજાર મહેર ખવાઈ જાય એટલે પછી મૂડી વગરના થઈ રહેવું પડે. માટે એક લાખ મહારની માગણું કરું કે જેના વ્યાજમાં બધા વૈભવ ભેગવું; પણ જીવ ! લક્ષાધિપતિ તે ઘણાય છે. એમાં આપણે નામાંકિત ક્યાંથી થવાને માટે કરેડ મહોર માગવી કે જેથી મહાન શ્રીમંતતા કહેવાય. વળી પાછે રંગ ફર્યો. મહાન શ્રીમતતાથી પણ ઘેર અમલ કહેવાય નહીં માટે રાજાનું અધું રાજ્ય માગવું; પણ જે અધું રાજ્ય માગીશ તેય રાજા મારા તુલ્ય ગણશે; અને વળી હું એને યાચક પણ ગણાઈશ. માટે માગવું તે આખું રાજ્ય માગવું. એમ એ તૃષ્ણામાં ડૂળે; પરંતુ તુચ્છ સંસારી એટલે પાછા વળે, ભલા જીવ ! આપણે એવી કૃતઘતા શા માટે કરવી પડે કે જે આપણને ઈચ્છા પ્રમાણે આપવા તત્પર થયે તેનું જ રાજ્ય લઈ લેવું અને તેને જ ભ્રષ્ટ કરે ? ખરું જોતાં તે એમાં આપણું જ ભ્રષ્ટતા છે. માટે અધું રાજ્ય માગવું; પરંતુ એ ઉપાધિયે મારે નથી જોઈતી. ત્યારે નાણાંની ઉપાધિ પણ ક્યાં ઓછી છે ? માટે કરોડ લાખ મૂકીને સો બસે મહેર જ માગી લેવી. જીવ, સે બસે મહોર હમણું આવશે તે પછી વિષય વિભવમાં જ વખત ચાલ્યા જશે; અને વિદ્યાભ્યાસ પણ ધર્યો રહેશે; માટે પાંચ મહોર હમણાં તે લઈ જવી પછીની વાત પછી. અરે! પાંચ મહેરનીએ હમણાં કંઈ જરૂર નથી, માત્ર બે માસા સોનું લેવા આવ્યું હતું તે જ માગી લેવું. આ તો જીવ બહુ થઈ. તૃષ્ણા સમુદ્રમાં તે બહુ ગળકાં ખાધાં. આખું રાજ્ય માગતાં પણ તૃષ્ણ છીપતી નહોતી, માત્ર સંતોષ અને
For Private And Personal Use Only