________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૭
મોક્ષમાળા એ મતભેદે કંઈ કંઈ રૂપાંતર પામ્યા જાય છે. એ સંબંધી કેટલોક વિચાર કરીએ.
કેટલાક પરસ્પર મળતા અને કેટલાક પરસ્પર વિરુદ્ધ છે, કેટલાક કેવળ નાસ્તિકના પાથરેલા પણ છે. કેટલાક સામાન્ય નીતિને ધર્મ કહે છે. કેટલાક જ્ઞાનને જ ધર્મ કહે છે. કેટલાક અજ્ઞાન એ ધર્મમત કહે છે. કેટલાક ભક્તિને કહે છે, કેટલાક ક્રિયાને કહે છે, કેટલાક વિનયને કહે છે અને કેટલાક શરીર સાચવવું એને ધર્મમત કહે છે.
એ ધર્મમતસ્થાપકે એ એમ બંધ કર્યો જણાય છે કે, અમે જે કહીએ છીએ તે સર્વજ્ઞવાણીરૂપ અને સત્ય છે. બાકીના સઘળા મતે અસત્ય અને કુતર્કવાદિ છે, પરસ્પર તેથી તે મતવાદીઓએ ગ્ય કે અગ્ય ખંડન કર્યું છે. વેદાંતના ઉપદેશક આ જ બોધે છે; સાંખ્યને પણ આ જ બેધ છે. બૌધને પણ આ જ બોધ છે; ન્યાયમતવાળાને પણ આ જ બાધ છે; વૈશેષિકને આ જ બોધ છે; શક્તિપંથીને આ જ બધ છે; વૈષ્ણવાદિકને આ જ બંધ છે; ઈસ્લામીને આ જ બોધ છે; અને ક્રાઈસ્ટને આ જ બાધ છે કે આ અમારું કથન તમને સર્વસિદ્ધિ આપશે. ત્યારે આપણે હવે શું વિચાર કરે?
- વાદી પ્રતિવાદી અને સાચા હોતા નથી, તેમ બંને બેટા હોતા નથી. બહુ તે વાદી કંઈક વધારે સાચે અને પ્રતિવાદી કંઈક ઓછો ખેટે હોય. કેવળ બનેની વાત ખોટી હોવી
૧. અથવા પ્રતિવાદી કંઈક વધારે સારો અને વાદી કંઈક એાછો ખોટો હોય.
For Private And Personal Use Only