________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોક્ષમાળા
બંધ અને મોક્ષનું કારણ છે. મન જ સર્વ સંસારની માહિનીરૂપ છે. એ વશ થતાં આત્મસ્વરૂપને પામવું લેશ માત્ર દુર્લભ નથી.
મનવડે ઈદ્રિયની લપતા છે. ભજન, વાજિંત્ર, સુગંધી, સ્ત્રીનું નિરીક્ષણ, સુંદર વિલેપન એ સઘળું મન જ માગે છે. એ મહિની આડે તે ધર્મને સંભારવા પણ દેતું નથી. સંભાર્યા પછી સાવધાન થવા દેતું નથી. સાવધાન થયા પછી પતિતતા કરવામાં પ્રવૃત્ત, લાગુ થાય છે. એમાં નથી ફાવતું ત્યારે સાવધાનીમાં કંઈ ન્યૂનતા પહોંચાડે છે. જેઓ એ ન્યૂનતા પણ ન પામતાં અડગ રહીને મન જીતે છે તે સર્વ સિદ્ધિને પામે છે.
| મન અકસ્માતુ કેઈથી જ જીતી શકાય છે. નહીં તો ગૃહસ્થાશ્રમે અભ્યાસ કરીને જ જિતાય છે; એ અભ્યાસ નિર્ગથતામાં બહુ થઈ શકે છે, છતાં સામાન્ય પરિચય કરવા માંગીએ તે તેને મુખ્ય માર્ગ આ છે કે, તે જે દુરિચ્છ કરે તેને ભૂલી જવી; તેમ કરવું નહીં, તે જ્યારે શબ્દસ્પર્શાદિ વિલાસ છે ત્યારે આપવા નહીં. ટૂંકામાં આપણે એથી દેરાવું નહીં પણ આપણે એને દેરવું; અને દરવું તે પણ મક્ષ માર્ગમાં. જિતેન્દ્રિયતા વિના સર્વ પ્રકારની ઉપાધિ ઉભી જ રહી છે. ત્યાગે ન ત્યાગ્યા જેવું થાય છે, લેકલજજાએ તેને સેવ પડે છે. માટે અભ્યાસ કરીને પણ મનને જીતીને સ્વાધીનતામાં લઈ અવશ્ય આત્મહિત કરવું
For Private And Personal Use Only