________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧પ૬
મેક્ષમાળા ગુરુ–ત્યારે એ જ સમજવાનું છે કે જ્ઞાનદશનરૂપ આત્માના સત્ય ભાવ પદાર્થને અજ્ઞાન અને આદર્શનારૂપ અસત્ વસ્તુએ ઘેરી લીધા છે. એમાં એટલી બધી મિત્રતા થઈ ગઈ છે કે પરીક્ષા કરવી અતિ અતિ દુર્લભ છે. સંસારનાં સુખ અનંતી વાર આત્માએ ભગવ્યાં છતાં તેમાંથી હજુ પણ મહિની ટળી નહીં, અને તેને અમૃત જેવો ગયે એ અવિવેક છે, કારણ સંસાર કડો છે; કડવા વિપાકને આપે છે, તેમજ વૈરાગ્ય જે એ કડવા વિપાકનું ઔષધ છે, તેને કડ ગ; આ પણ અવિવેક છે. જ્ઞાન દર્શનાદિ ગુણ અજ્ઞાન, અદશને ઘેરી લઈ જે મિત્રતા કરી નાંખી છે તે ઓળખી ભાવ અમૃતમાં આવવું, એનું નામ વિવેક છે. કહે ત્યારે હવે વિવેક એ કેવી વસ્તુ ઠરી !
લઘુ શિષ્ય–અહો ! વિવેક એ જ ધર્મનું મૂળ અને ધર્મ રક્ષક કહેવાય છે, તે સત્ય છે. આત્મસ્વરૂપને વિવેક વિના ઓળખી શકાય નહીં એ પણ સત્ય છે. જ્ઞાન, શીલ, ધર્મ, તત્ત્વ અને તપ એ સઘળાં વિવેક વિના ઉદય પામે નહીં એ આપનું કહેવું યથાર્થ છે. જે વિવેકી નથી તે અજ્ઞાની અને મંદ છે. તે જ પુરૂષ મતભેદ અને મિથ્યાદર્શનમાં લપેટાઈ રહે છે. આપની વિવેક સંબંધીની શિક્ષા અમે નિરંતર મનન કરીશું.
શિક્ષા પાઠ પર. જ્ઞાનીઓએ વૈરાગ્ય શા માટે છે ?
સંસારના સ્વરૂપ સંબંધી આગળ કેટલુંક કહેવામાં આવ્યું છે. તે તમને લક્ષમાં હશે.
For Private And Personal Use Only