________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૨
મોક્ષમાળા નવ વાડમાં ભગવાને સ્નાન કરવાની ના કહી છે એ વાત તે મને યથાર્થ બેસતી નથી.
સત્ય–શા માટે બેસતી નથી? જિજ્ઞાસુ–કારણ એથી અશુચિ વધે છે. સત્ય-કઈ અશુચિ વધે છે? જિજ્ઞાસુ—શરીર મલિન રહે છે એ.
સત્ય–ભાઈ શરીરની મલિનતાને અશુચિ કહેવી એ વાત કંઈ વિચારપૂર્વક નથી. શરીર પોતે શાનું બન્યું છે એ તો વિચાર કરો. રક્ત, પિત્ત, મળ, મૂત્ર, લેમને એ ભંડાર છે. તે પર માત્ર ત્વચા છે; છતાં એ પવિત્ર કેમ થાય? વળી સાધુએ એવું કંઈ સંસારી કર્તવ્ય કર્યું ન હોય કે જેથી તેઓને સ્નાન કરવાની આવશ્યકતા રહે.
જિજ્ઞાસુ–પણ સ્નાન કરવાથી તેઓને હાનિ શું છે?
સત્ય—એ તે સ્થળબુદ્ધિને જ પ્રશ્ન છે. નહાવાથી અસંખ્યાતા જ તુને વિનાશ, કામાગ્નિની પ્રદીસતા, વ્રતને ભંગ, પરિણામનું બદલવું, એ સઘળી અશુચિ ઉત્પન્ન થાય છે અને એથી આત્મા મહા મલિન થાય છે. પ્રથમ એને વિચાર કરે જોઈએ. શરીરની, જીવહિંસાયુક્ત જે મલિનતા છે તે અશુચિ છે. અન્ય મલિનતાથી તો આત્માની ઉજજવળતા થાય છે, એ તત્ત્વવિચારે સમજવાનું છે; નહાવાથી વ્રતભંગ થઈ આત્મા મલિન થાય છે અને આત્માની મલિનતા એ જ અશુચિ છે.
જિજ્ઞાસુ–મને તમે બહુ સુંદર કારણ બતાવ્યું. સૂક્ષ્મ
For Private And Personal Use Only