________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪
મેક્ષમાળા સમજાયું! “નારી ન મળે ત્યાં સુધી બ્રહ્મચારી, તેમજ જ્યાં સુધી પરિષહ પડયા ન હોય ત્યાંસુધી બધાય સહનશીલ અને ધર્મદઢ.” આ મારી વાત હું એને ચળાવી આપીને સત્ય કરી દેખાડું.” ધર્મદઢ કામદેવ તે વેળા કાર્યોત્સર્ગમાં લીન હત, દેવતાએ હાથીનું રૂપ વૈકિય કર્યું અને પછી કામદેવને ખૂબ ગૂંઘો તો પણ તે અચળ રહ્યો; એટલે મુશળ જેવું અંગ કરીને કાળા વર્ણને સર્ષ થઈને ભયંકર કુંકાર કર્યો, તોય કામદેવ કાર્યોત્સર્ગથી લેશ ચળે નહીં, પછી અટ્ટહાસ્ય કરતા રાક્ષસનો દેહ ધારણ કરીને અનેક પ્રકારના પરિષહ કર્યા, તેપણ કામદેવ કાર્યોત્સર્ગથી ચળે નહીં. સિંહ વિગેરેનાં અનેક ભયંકર રૂપ કર્યા; તેપણ કાયોત્સર્ગમાં લેશ હીનતા કામદેવે આણું નહીં. એમ રાત્રીના ચાર પહેર દેવતાએ કર્યા કર્યું, પણ તે પિતાની ધારણામાં ફાવ્યા નહીં. પછી તેણે ઉપગવડે કરીને જોયું તે મેરુના શિખરની પેરે તે અડેલ રહ્યો દીઠે. કામદેવની અદ્ભુત નિશ્ચલતા જાણી તેને વિનય ભાવથી પ્રણામ કરી દેષ ક્ષમાવીને તે દેવતા સ્વસ્થાનકે ગયે.
કામદેવ શ્રાવકની ધર્મદઢતા આપણને શું બંધ કરે છે તે કહ્યા વગર પણ સમજાયું હશે. એમાંથી તત્ત્વવિચાર એ લેવાને છે કે, નિર્ગથપ્રવચનમાં પ્રવેશ કરીને દઢ રહેવું. કાયેત્સર્ગ ઈત્યાદિક જે ધ્યાન ધરવાનાં છે તે જેમ બને તેમ એકાગ્ર ચિત્તથી અને દઢતાથી નિર્દોષ કરવાં. ચળવિચળ
૧. દિલ આ૦ પાઠા – કામદેવ શ્રાવકની ધર્મદઢતા એવો બેધ કરે છે કે સત્ય ધર્મ અને પ્રતિજ્ઞામાં પરમદઢ રહેવું અને કાર્યોસૂર્ણાદિ જેમ બને તેમ એકાગ્ર ચિત્તથી અને સુદઢતાથી નિર્દોષ કરવાં.”
For Private And Personal Use Only