________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨
મોક્ષમાળા પરિણામથી રહેવું કહ્યું છે ત્યારે પણ એ મન આકાશ પાતાલના ઘાટ ઘડ્યા કરે છે. તેમજ ભૂલ, વિસ્મૃતિ, ઉન્માદ ઈત્યાદિકથી વચનકાયામાં પણ દૂષણ આવવાથી સામાયિકમાં દેષ લાગે છે. મન, વચન અને કાયાના થઈને બત્રીસ દોષ ઉત્પન્ન થાય છે. દશ મનના, દશ વચનના, અને બાર કાયાના એમ બત્રીશ દેષ જાણવા અવશ્યના છે. જે જાણવાથી મન સાવધાન રહે છે.
મનના દશ દોષ કહું છું –
૧. અવિવેકદેષ–સામાયિકનું સ્વરૂપ નહીં જાણવાથી મનમાં એ વિચાર કરે કે આથી શું ફળ થવાનું હતું? આથી તે કેણુ કર્યું હશે ? એવા વિકલ્પનું નામ “અવિવેક દોષ.”
૨. યશવાંછાષ—પોતે સામાયિક કરે છે એમ અન્ય મનુષ્ય જાણે તે પ્રશંસા કરે તે ઈછાએ સામાયિક કરે ઈ. તે “યશેવાંછાષ.”
૩. ધનવાંછાદ–ધનની ઈચ્છાએ સામાયિક કરવું તે “ધનવાંછાષ.”
૪. ગવદેષ-મને લેકે ધમી કહે છે અને હું કેવી સામાયિક પણ તેવી જ કરું છું? એ “ગર્વદોષ.”
૫. ભયદેષ–હું શ્રાવકકુળમાં જન્મ્યો છું; મને લેકે મેટા તરીકે માન દે છે, અને જે સામાયિક નહીં કરું તો કહેશે કે એટલું પણ નથી કરતે; એથી નિંદા થશે એ ભયદોષ.”
૬. નિદાનદેષ–સામાયિક કરીને તેનાં ફળથી ધન, સી, પુત્રાદિક મળવાનું છે તે “નિદાનદેષ.”
For Private And Personal Use Only