________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૭
મોક્ષમાળા ન હોય તે વિચક્ષણ અભ્યાસી પાસેથી વૈરાગ્યબાધક કથન શ્રવણ કરવું, કિંવા કંઈ અભ્યાસ કરે. એ સઘળી વેગવાઈ ન હોય તો કેટલેક ભાગ લાપૂર્વક કાર્યોત્સર્ગમાં રેક; અને કેટલોક ભાગ મહાપુરૂષનાં ચરિત્રકથામાં ઉપગપૂર્વક રેક; પરંતુ જેમ બને તેમ વિવેકથી અને ઉત્સાહથી સામાયિકીકાળ વ્યતીત કરે. કંઈ સાહિત્ય ન હોય તો પંચ પરમેષ્ઠીમંત્રને જાપ જ ઉત્સાહપૂર્વક કરે. પણ વ્યર્થ કાળ કાઢી નાખે નહીં. ધીરજથી, શાંતિથી અને યત્નાથી સામાયિક કરવું. જેમ બને તેમ સામાયિકમાં શાસ્ત્રપરિચય વધારો.
સાઠ ઘડીના વખતમાંથી બે ઘડી અવશ્ય બચાવી સામાયિક તો સદ્દભાવથી કરવું.
શિક્ષાપાઠ ૪૦ પ્રતિક્રમણ વિચાર–
પ્રતિકમણ એટલે સામું જવું-સ્મરણ કરી જવું-ફરીથી જેઈ જવું એમ એને અર્થ થઈ શકે છે. ૧ “જે દિવસે જે વખતે પ્રતિક્રમણ કરવા બેઠા તે વખતની અગાઉ તે દિવસે જે જે દેષ થયા છે તે એક પછી એક ઈ જવા અને તેને પશ્ચાત્તાપ કરે કે દેષનું સ્મરણ કરી જવું વિગેરે સામાન્ય અર્થ પણ છે.
૧. દ્વિ આ૦ પાઠા– ભાવની અપેક્ષાએ જે દિવસે જે વખતે પ્રતિક્રમણ કરવાનું થાય, તે વખતની અગાઉ અથવા તે દિવસે જે જે દોષ થયા હોય તે એક પછી એક અંતરાત્મભાવે જોઈ જવા અને તેને પશ્ચાત્તાપ કરી દોષથી પાછું વળવું તે પ્રતિક્રમણ.
For Private And Personal Use Only