________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૬
મેક્ષમાળા
જઘન્ય પ્રમાણુ બે ઘડીનું બાંધ્યું છે. એ વ્રત સાવધાનીપૂર્વક કરવાથી પરમશાંતિ આપે છે. કેટલાકને એ બે ઘડીને કાળ જ્યારે જતો નથી ત્યારે તેઓ બહુ કંટાળે છે. સામાયિકમાં નવરાશ લઈને બેસવાથી કાળ જાય પણ કયાંથી ? આધુનિક કાળમાં સાવધાનીથી સામાયિક કરનારા બહુ જ થોડા છે. પ્રતિક્રમણ સામાયિકની સાથે કરવાનું હોય છે ત્યારે તે વખત જ સુગમ પડે છે. જો કે એવા પામરે પ્રતિક્રમણ લક્ષ પૂર્વક કરી શકતા નથી, તે પણ કેવળ નવરાશ કરતાં એમાં જરૂર કંઈક ફેર પડે છે. સામાયિક પણ પૂરૂં જેએને આવડતું નથી તેઓ બિચારા સામાયિકમાં પછી બહુ મુંઝાય છે. કેટલાક ભારે કમીએ એ અવસરમાં વ્યવહારના પ્રપંચે પણ ઘડી રાખે છે. આથી સામાયિક બહુ દોષિત થાય છે.
વિધિપૂર્વક સામાયિક ન થાય એ બહુ ખેદકારક અને કર્મની બાહુલ્યતા છે. સાઠ ઘડીના અહોરાત્ર વ્યર્થ ચાલ્યા જાય છે. અસંખ્યાતા દિવસથી ભરેલાં અનંતા કાળચક વ્યતીત કરતાં પણ જે સાર્થક ન થયું તે બે ઘડીની વિશુદ્ધ સામાયિક સાર્થક કરે છે. લક્ષપૂર્વક સામાયિક થવા માટે સામાયિકમાં પ્રવેશ કર્યા પછી ચાર લેગસ્સથી વધારે લેગસ્સનો કાયેત્સર્ગ કરી ચિત્તની કંઈક સ્વસ્થતા આણવી. પછી સૂત્રપાઠ કે ઉત્તમ ગ્રંથનું મનન કરવું વૈરાગ્યનાં ઉત્તમ કાવ્ય બેલવાં, પાછળનું અધ્યયન કરેલું સ્મરણ કરી જવું, નૂતન અભ્યાસ થાય તો કરો. કોઈને શાસ્ત્રાધારથી બંધ આપ; એમ સામાયિકીકાળ વ્યતીત કરે. મુનિરાજને જે સમાગમ હોય તે આગમવાણી સાંભળવી અને તે મનન કરવી, તેમ ન હોય અને શાસ્ત્રપરિચય
For Private And Personal Use Only